GSTV
Finance Trending

ટ્રેન છૂટી જાય તો ટિકિટના પૈસા રિફન્ડ મળશે?, અહીં જાણો સાચો જવાબ અને આખી પ્રોસેસ

Train Refund Crowd: બિહાર-યૂપી જનારી ટ્રેનોમાં હજુ પણ ભીડ જોવા મળી રહી છે. તેના પાછળનું સૌથી મોટું કારણ છઠ પૂજા છે. દર વર્ષે આ જ હાલત ટ્રોનોમાં હોય છે. લોકો ઘણીવાર વગર ટિકિટે ટ્રેનમાં મુસાફરી કરવા લાગે છે, જેનાથી ટ્રેનમાં ભીડ વધી જાય છે અને જે વ્યક્તિની ટિકિટ કન્ફર્મ થાય છે. તે યાત્રા કરવાથી વંચિત રહી જાય છે. આજની સ્ટોરીમાં અમે તમને જણાવશું કે જો ભીડના કારણે તમારી ટ્રેન છૂટી જાય છે તો શું રેલવે તમને રિફન્ડ કરે છે.

આ પણ વાંચોઃ SBIમાં નોકરી મેળવવાની સુવર્ણ તક, 8 હજારથી વધારે લોકોની ભરતી માટે શરુ થયું અભિયાન

શું છે નિયમ?

જો ભીડના કારણે તમારી ટ્રેન છૂટી જાય છે તો તમે રિફન્ડ માટે ક્લેમ કરી શકો છો. રેલવેએ તેના માટે નિયમ બનાવ્યો છે. નિયમ પ્રમાણે, જો ટ્રેન ભીડના કારણે છૂટી જાય છે કે 3 કલાકથી વધારે મોડી પડે છે. એવી સ્થિતિમાં ટિકિટ કેન્સલ કરીને રિફન્ડ લઈ શકાય છે. તેના માટે ટીડીઆર ફાઈલ કરવું પડે છે.

શું હોય છે ટીડીઆર?

ટીડીઆરનો અર્થ ટિકિટ ડિપૉઝિટ રિસિપ્ટ હોય છે. તેને ફાઈલ કરવાની સુવિધા ઑનલાઈન અને ઑફલાઈન બંન્ને માધ્યમથી ઉપલબ્ધ હોય છે. નીચે અમે તમને ઑનલાઈન પ્રોસેસ જણાવવા જઈ રહ્યા છીએ. જણાવી દઈએ કે એ તમને ટ્રેનના ટાઈમિંગના 1 કલાકની અંદર જ ફાઈલ કરવાનું હોય છે. પૈસા 60 દિવસની અંદર એકાઉન્ટમાં ક્રેડિટ થઈ જાય છે.

આ છે ફાઈલ કરવાની પ્રોસેસ

પહેલા પોતાના IRCTC એકાઉન્ટમાં લૉગઈન કરો
હવે બુક્ડ ટિકિટ હિસ્ટ્રી પર ક્લિક કરો
જે પીએનઆર માટે TDR ભરવાનો છે, તેને સિલેક્ટ કરો અને પછી ફાઈલ TDR પર ક્લિક કરો
TDR રિફન્ડ માટે ટિકિટ ડિટેલમાંથી મુસાફરનું નામ સિલેક્ટ કરો
TDR ફાઈલ કરવાનું કારણ પસંદ કરો કે અન્ય કારણ લખવા માટે “Other” પર ક્લિક કરી દો
હવે Submit બટન પર ક્લિક કરો
પછી એક ટેક્સ્ટ બૉક્સ ઓપન થશે
તેમાં રિફન્ડનું કારણ લખીને Submit કરો
TDR ફાઈલ કરવા માટે કન્ફર્મેશન દેખાશે
બધી ડિટેલ ફરી એકવાર ચેક કરીને OK પર ક્લિક કરો.

GSTV NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો
https://chat.whatsapp.com/BVxxiFvVJJdEWoVcXDm8KU

GSTVની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો:
https://play.google.com/store/apps/details?id=com.tops.gstvapps&hl=en&gl=US&pli=1

READ ALSO

Related posts

ભારતીય સેના AI સંચાલિત શસ્ત્રોનો કરશે ઉપયોગ, સરહદ નજીક લડાઈમાં દુશ્મનનો કરશે નાશ

Nelson Parmar

સરપંચથી લઈને સીએમ સુધીની સફર: વિષ્ણુદેવ સાયને મળી છત્તીસગઢના નવા કેપ્ટન, જાણો તેમની રાજકીય જીવન વિશે…

Rajat Sultan

2023માં પ્રથમ છ મહિનામાં જ 42,000 લોકોએ કેનેડા છોડ્યું, જાણો શું છે કારણ

Hardik Hingu
GSTV