GSTV
World

Cases
6747115
Active
11354419
Recoverd
707655
Death
INDIA

Cases
595501
Active
1328336
Recoverd
40669
Death

હવે કારના બદલામાં મળશે Loan, ઈમરજન્સીમાં આ રીતે મેળવો મોટી રકમ

Loan

કોરોના સંકટના આવા સમયમાં લોકોની કમાણી પર પણ અસર પડી છે. ઘણા નોકરીયાત વર્ગને સેલેરી કટ થઈને મળી રહી છે તો ઘણા લોકોને જોબમાંથી જ કાઢી મુકવામાં આવ્યા છે. સંકટના આ સમયમાં જો પૈસાની જરૂર પડે તો લોકો મિત્રો અથવા સગા સંબંધીઓ પાસેથી પૈસા માંગે છે. પરંતુ જ્યારે બધા દરવાજા બંધ થઈ જાય તો વ્યક્તિ લોન લેવાનું વિચારે છે.

Loan

Loan Against Car કઈ રીતે લઈ શકાય?

બેન્ક પાસેથી લેવામાં આવેલી લોન મોંઘી હોય છે જેના પર ગ્રાહકોને ભારે વ્યાજ ચુકવવું પડે છે. એક એવી લોન છે જેમાં તમે પોતાની કારને સિક્યોરિટી પર રાખીને લોન લઈ શકો છો. તેને બેન્કિંગની ભાષામાં ‘Loan Against Car’ કહેવામાં આવે છે. એટલે કે તમે તમારી કાર પર પણ લોન લઈ શકો છો. તેના દ્વારા ઈમરજન્સીમાં તમને મોટી રાહત મળી શકે છે. ખાસ વાત એ છે કે આ રીતે લોન સસ્તી પણ મળે છે. આ લોન આશરે 18થી 60 મહિના માટે મળે છે.

આ રીતે કરો અપ્લાય

લગભગ દરેક બેન્ક આ સુવિધા ગ્રાહકોને આપે છે. તમે જે પણ બેન્કમાં કાર પર લોન માટે અપ્લાય કરવા માંગો છો તેની વેબસાઈટ પર જઈને લોન એપ્લીકેશન ફોર્મ ભરીને જમા કરાવી લો. ત્યાર બાદ તમારે પોતાની કાર સાથે જોડાયેલી અમુક જાણકારીઓને શેર કરવાની રહેશે. જેમાં કાર કઈ કંપનીની છે, મોડલ યર કયું છે અને મોડલ કયું છે જેવી જાણકારીઓ આપવાની રહેશે. ત્યાર બાદ તમારી પાસેથી જરૂરી દસ્તાવેજ માંગવામાં આવશે. તેમાં બેન્ક ડિટેલ, પાછલા 2-3 વર્ષના ઈનકમ ટેક્સ રિટર્નની કોપી અને બેન્ક સ્ટેટમેન્ટ, એડ્રેસ વગેરે દસ્તાવેજ માંગવામાં આવે છે. કેવાઈસી માટે આધાર આપવાનું રહેશે. ત્યાર બાદ તમારા ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી દેવામાં આવશે.

Read Also

Related posts

ચીનમાં આવી ગયો છે કોરોના બાદ નવો વાયરસ, 60 લોકોને ભરખી ગયો બહાર નીકળશે તો હાહાકાર મચાવશે

Mansi Patel

પેટ્રોલ ડિઝલનું વેચાણ કરવું છે તો આટલા રૂપિયા તો જોઈશે, કરશો આ પ્રોસસ તો થશે બમણા ફાયદા

Dilip Patel

જીવન વીમા પૉલિસીની પ્રોસેસથી કંટાળ્યા છો : હવે ફટાફટ થઈ જશે કાર્યવાહી, IRDAએ બદલ્યા નિયમો

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!