GSTV
Gujarat Government Advertisement

ફાટફાટ/ માત્ર 279 રૂપિયામાં મળી રહ્યું છે 4 લાખ રૂપિયાનું ઇન્શ્યોરન્સ! આ કંપની આપી રહી છે ચાન્સ, તમે પણ લઇ શકો છો લાભ

Last Updated on May 15, 2021 by Damini Patel

કોરોનાના આ મુશ્કેલ સમયમાં તમારી પાસે ઇન્શ્યોરન્સ નથી તો તમને 4 લાખ રૂપિયા સુધીનો લાઈફ ઇન્શ્યોરન્સ લેવાનો સારો મોકો છે. આજકાલ પ્રોડક્ટ સાથે Insurance Free મળી રહ્યું છે. એટલા માટે મોકો જવા દીધા વગર ખરીદી લેવો. ટેલિકોમ કંપની એરટેલ તમને એક શાનદાર મોકો આપી રહી છે. ભારતીય ટેલિકોમ કંપની એરટેલે હાલમાં જ બે નવા પ્રીપેડ રિચાર્જ પ્લાન લોન્ચ કર્યા છે, જેને પ્રાઇવેટ કરાવવા પર ગ્રાહકોને ફ્રી કોલિંગ અને હાઈ સ્પીડ 4G ઇન્ટરનેટ ઉપરાંત હેલ્થ ઇન્શ્યોરન્સનો લાભ આપવામાં આવી રહ્યો છે. તો આઓ જાણીએ આ પ્લાન વિષે તમામ…

279 રૂપિયામાં 4 લાખ ઇન્શ્યોરન્સ

કંપનીના જણાવ્યા મુજબ, જો ગ્રાહકો 279 રૂપિયાના રિચાર્જ પ્લાનને એક્ટિવ કરે છે તો તેઓ પણ દરરોજ 1.5GB હાઇ સ્પીડ 4 જી ડેટા, કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ, દૈનિક 100 એસએમએસ મોકલવાની સુવિધા સાથે 4 લાખ રૂપિયાનું જીવન વીમો મેળવશે. આ જીવન વીમા યોજના માટે કોઈ તબીબી પરીક્ષણની આવશ્યકતા નથી અથવા કોઈ કાગળની જરૂર પડશે નહીં. આટલું જ નહીં આ પ્લાનમાં 28 દિવસની વેલિડિટી સાથે એરટેલ એક્સસ્ટ્રીમ પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન પણ મફત આપવામાં આવી રહ્યું છે. જણાવી દઈએ કે આ રિચાર્જ પર તમને એચડીએફસીનો જીવન વીમો મળશે.

તે જ સમયે, એરટેલના 179 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં 2 લાખ રૂપિયા જીવન વીમાની ઓફર કરવામાં આવી રહી છે. આ રિચાર્જ પ્લાનની વેલિડિટી પણ 28 દિવસની છે, જેમાં દરરોજ 2 જીબી હાઈ સ્પીડ 4જી ઇન્ટરનેટ આપવામાં આવી રહ્યું છે આ સિવાય, તમને કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ સાથે દરરોજ 300 એસએમએસ મોકલવાનું ડિસ્કાઉન્ટ મળશે. ઉપરાંત, એરટેલ પ્લાનમાં Airtel Xstream Premiumનું મફત સબ્સ્ક્રિપ્શન પણ છે.

જાણો કોને મળશે વીમા કવર

નિયમ

Policy Sim Card ધારકના નામે આપવામાં આવશે. Airtel thanks App પર તમારે નામ, સરનામું અને નોમિની વિગતો આપવી પડશે. પોલિસીધારકની ઉંમર 18 થી 54 વર્ષની વચ્ચે હોવી જોઈએ. આમાં કોઈ તબીબી પરીક્ષણની જરૂર નથી એરટેલ થેન્ક્સ એપ પર વિગતો ભર્યા પછી, વીમા પોલિસીની નકલ પોસ્ટ દ્વારા ઘરે આવશે. આ કામમાં તમે દુકાનદારની મદદ પણ લઈ શકો છો.

Read Also

Gujarat Government Advertisement

Related posts

જો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ

Vishvesh Dave

ખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર

Vishvesh Dave

આ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે રજૂ કર્યો વિશેષ એફડી પ્લાન, મળશે આ મોટા ફાયદાઓ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!