ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ માટે પાછલું વર્ષ ખૂબ જ શાનદાર સાબિત થયું છે. એવા ઘણાં ફંડ્સનું પ્રદર્શન 60 અથવા 80 ટકાથી પણ વધુ જોવા મળ્યું છે. યૂટીઆઇ મિડકેપ ફંડ પણ આમાંથી જ એક છે, જેણે ગત એક વર્ષમાં 80 ટકા સુધીનું ટિર્ન આપ્યું છે. ગત એક વર્ષના સમયગાળાને ધ્યાનમાં લઇએ તો આ ફંડ પોતાની કેટેગરીમાં સૌથી બેસ્ટ પરફોર્મેંસમાંથી એક સાબિત થયું છે. જો કે પાછલાં કેટલાંક વર્ષોની વાત કરીએ તો આ કેટેગરી સરેરાશ કરતાં નીચી રહી છે.
યૂટીઆઇ મિડકેપ મ્યુચ્યુઅલ ફંડ મિડકેપમાં તો રોકાણ કરે જ છે, આ ઉપરાંત તેનું ફોકસ સ્મોલ અને લાર્જ કેપ્સ પર પણ છે. આ ફંડમાં મિડકેપનો હિસ્સો 74.36 ટકા છે. આ ઉપરાંત લાર્જ કેપનો હિસ્સો 13.42 ટકા અને સ્મોલ કેપનો હિસ્સો 12.12 ટકા છે.

યૂટીઆઇ મિડકેપ મ્યુચ્યુઅલ ફંડ 4 જુલાઇ 2004ના રોજ લોન્ચ થયું હતુ. ઇક્વિટી કેટેગરીના આ ફંડની કુલ એસેટ અંડર મેનેદમેન્ટ (AUM) 5.205 કરોડ રૂપિયા છે. એગ્ઝિટ લોડની વાત કરીએ તો 364 દિવસની અંદર તે 1 ટકાની નજીક છે.
આ પોર્ટફોલિયામાં તાજેતરમાં શું બદલાવ થયા છે?
આ ફંડમાં આશેક લેલેંડ, ગ્રિંડવેલ, નોર્ટન,પીએનસી ઇન્ફ્રાટેક, શેફલેર ઇન્ડિયા, કોફોર્જ, ક્રેડિટએક્સેસ ગ્રામીણ, શ્રીરામ ટ્રાન્સપોર્ટને સામેલ કરવામાં આવ્યાં છે. જ્યારે ચંબર ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ, ઇન્દ્રપ્રસ્થ ગેસ, જ્યોતિલેબ્સ, રાણે હોલ્ડિંગ્સ, ટોરેંટ પાવર, મલ્ટી કમોડિટી એક્સચેંજ ઇન્ડિયાને કાઢ્યાં છે.
આ પોર્ટફોલિયોમાં ટૉપ 5 સેક્ટર્સમાંથી કયા છે?
સેક્ટર્સ | હિસ્સો (ટકામાં) |
હેલ્થકેર | 11.23 |
ફાઇનાન્શિયલ | 17.17 |
ઓટોમોબાઇલ્સ | 11.23 |
કેમિકલ્સ | 10.54 |
સર્વિસીઝ | 9.23 |
આ પોર્ટફોલિયોમાં ટૉપ 5 સ્ટોક્સમાં કયા છે?
સ્ટોક્સ | હિસ્સો (ટકામાં) |
ચોલામંડલમ ઇન્વેસ્ટ એન્ડ ફાઇનાન્સ | 4.05 |
એસઆરએફ | 3.43 |
પીઆઇ ઇન્ડસ્ટ્રીઝ | 3.30 |
જુબિલાંટ ફૂડવર્ક્સ | 3.00 |
ટ્યૂબ ઇન્વેસ્ટમેંટ ઑફ ઇન્ડિયા | 2.99 |
તમારે ખરીદવા જોઇએ કે નહીં?
મિડકેપ ફંડમાં ગ્રોથ અને વેલ્યૂ મિશ્રિત સંતુલન હોય છે. આ ફંડ્સ અનેક પ્રકારના બિઝનેસ ઉપરાંત તે બિઝનેસ પર પણ ખાસ ધ્યાન આપે છે, જેમાં આગળ વિસ્તારની શક્યતા છે. સાથે જ તે બદલાવના દોરમાંથી પસાર થઇ રહેલી કંપનીઓમાં રોકાણ કરે છે. આ પ્રકારે તમે જોઇ શકશો કે આ કંપનીઓના પોર્ટફોલિયો ખૂબ જ ડાઇવર્સિફાઇડ હોય છે. પાછલા કેટલાંક વર્ષોમાં આ પ્રકારના ફંડ્સની પર્ફોર્મન્સ કંઇ ખાસ નથી રહી. પરંતુ આ નવા ફંડ મેનેજરે નાના પીરિયડમાં સારુ રિટર્ન આપ્યું છે. તેવામાં હવે આશા છે કે આવનારા વર્ષોમાં તેના પર્ફોર્મન્સમાં વધુ સુધારો આવશે.
Read Also
- જમ્મુ-કાશ્મીર: અવંતીપોરાના જંગલમાંથી લશ્કર-એ-તૈયબાના 4 આતંકવાદીઓની ધરપકડ
- દેશમાં રાજકીય ઈરાદાથી પ્રેરિત હત્યાનો સિલસિલો કાયમ, હત્યારા પકડાયા બાદ પણ હત્યા પાછળનું કાયમ રહ્યું ગૂઢ રહસ્ય
- ભારતનો ભાગીદાર/ ભારત-નેધરલેન્ડ સાથે મિત્રતા મજબૂત થઇ, મહત્વની કડી બની આર્થિક સંબંધો!
- મૂડ બૂસ્ટર્સ / હંમેશા રહે છે ખરાબ મૂડ? આ સરળ ટિપ્સ ઉપયોગી સાબિત થઈ શકે છે
- ગેરકાયદે કતલખાના મુદ્દે હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી, કહ્યું તાત્કાલિક આવી મીટશોપ બંધ કરાવો