GSTV
Gujarat Government Advertisement

એડવાઈઝ/5G ફોન લેવો કે 4G? નિર્ણય કરતાં પહેલા વાંચી લો આ ટિપ્સ..

5g

Last Updated on June 9, 2021 by Bansari

મોટા ભાગની કંપનીઓએ ફાઈવ-જી સપોર્ટ કરતાં ફોન બનાવવા શરૃ કરી દીધા છે, તો વળી મોબાઈલ નેટવર્ક પ્રોવાઈડર પણ ફાઈવ-જી સ્પીડ ઓફર કરતી થઈ છે. પણ શું અત્યારે ફાઈવ-જી ફોન લેવો જોઈએ?

ભારતમાં હજી ઘણા વિસ્તારોમાં ૪-જી કનેક્ટિવિટી સારી રીતે સ્થાપિત થઈ નથી ત્યાં ફાઇવ-જીનાં પડઘમ વાગવાની શરૂઆત થઈ ગઈ છે. અદાલતનું હમણાંનું વલણ જોતાં એવું લાગે છે કે ભારતમાં ફાઇવ-જી સામે કાનૂની અવરોધ ઊભા થાય તેવું નથી. ભારતમાં સંખ્યાબંધ સ્માર્ટફોન કંપનીઓ બજેટ, મીડ-રેન્જ અને હાઇ-રેન્જ એમ ત્રણેય રેન્જમાં ફાઇવ-જી ઇનેબલ્ડ મોડેલ લોન્ચ કરવા લાગી છે. તમે જો હમણાં નવો સ્માર્ટફોન લેવાનું વિચારી રહ્યા હો તો તમારી ખરીદીને ફ્યુચર પ્રૂફ બનાવવા માટે ફાઇવ-જી ઇનેબલ્ડ મોડેલ્ડ ખરીદવું જોઇએ? નીચેની બાબતો ધ્યાનમાં લઇને તમારો નિર્ણય કરજો!

દેશભરમાં ફાઇવ-જી નેટવર્ક લોન્ચ થવામાં હજી ઘણો સમય

તમે ક્યાં રહો છો, તેના આધારે તમારે હમણાં ફાઇવ-જી ફોન ખરીદવો કે નહીં તે નિર્ણય કરવો પડશે. કોરોના મહામારીને કારણે ભારતમાં ફાઇવ-જી નેટવર્ક લોન્ચ થવામાં વિલંબ થવાની પૂરી શક્યતા છે. હાલમાં ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશન્સે ભારતનાં કેટલાંક શહેરોમાં ફાઇવ-જી ટ્રાયલ્સ માટે મંજૂરી આપી છે, પરંતુ દેશભરમાં ફાઇવ-જી નેટવર્ક લોન્ચ થવામાં હજી ઘણો સમય લાગશે.

એટલે એવું બની શકે કે તમને ફાઇવ-જી નેટવર્કનો લાભ મળવાનો શરૂ થાય ત્યાં સુધીમાં તમે નવો ખરીદેલો ફાઇવ-જી ફોન પણ જૂનો થઈ ગયો હોય! ભારતમાં મોટા શહેરોમાં પણ ફાઇવ-જી નેટવર્ક મળવામાં હજી ઓછામાં ઓછાં બે વર્ષનો સમય લાગે તેવી શક્યતા છે. મોટા ભાગના લોકો આટલા સમય પહેલાં જ પોતાનો સ્માર્ટફોન બદલી નાખતા હોય છે કેમ કે આટલા સમયગાળામાં સ્માર્ટફોનમાં ઘણાં વધુ સારાં ફીચર્સ આવી ગયાં હોય છે અને તેની સામે કિંમત ગગડી ગઈ હોય છે.

કિંમતની વાત નીકળી છે તો એ પણ ધ્યાને લેવા જેવું છે કે હાલમાં ફાઇવ-જી ફોનની કિંમતો જેટલી છે એ ભવિષ્યમાં ચોક્કસ નીચી આવશે. બીજી તરફ શરૂઆતમાં ફાઇવ-જી મોબાઇલ ઇન્ટરનેટ પ્લાન મોંઘા રહેશે. તમારા મોબાઇલ ઇન્ટરનેટ કનેકશનની હાલની સ્પીડથી તમને સંતોષ હોય તો ફાઇવ-જી નેટવર્ક મળ્યા પછી પણ તરત ફાઇવ-જી મોબાઇલનો વિચાર ન કરો તો ચાલી શકે.

5g

5G ફોન ખરીદવો કે નહીં?

ઉપરાંત, મોટા ભાગે સ્માર્ટફોન મેન્યુફેકચરિંગ કંપનીઓ કિંમત અને ફીચર્સનું બેલેન્સ જાળવવા માટે ઓછામાં ઓછી એક-બે બાબતોમાં બાંધછોડ કરતી હોય છે. મતલબ કે અત્યારે પ્રમાણમાં ઓછી કિંમતના સ્માર્ટફોનમાં ફાઇવ-જી કનેક્ટિવિટીનો લાભ મળતો હોય તો એનો અર્થ એવો ચોક્કસ કરી શકાય કે ફોનના પ્રોસેસર, રેમ, સ્ટોરેજ, બેટરી કે કેમેરા જેવી કોઈ બાબતમાં બાંધછોડ કરવામાં આવી હશે. આવો ફોન ખરીદવા જતાં શરૂઆતમાં આપણને ફાઇવ-જી નેટવર્કનો લાભ ન મળે અને પ્રમાણમાં ઉતરતી કક્ષાના ફીચર્સથી ચલાવવું પડે એવું બની શકે.

એ પણ ખાસ ધ્યાને લેવા જેવું છે કે ફોન ફાઇવ-જી ઇનેબલ્ડ હોય એટલું પૂરતું નથી. આપણી મોબાઇલ કંપની આપણા સુધી ફાઇવ-જી નેટવર્ક પહોંચાડે નહીં ત્યાં સુધી ફોન હાલના ફોર-જી નેટવર્ક પર જ ચાલવાનો છે. આથી ફોનમાં ફાઇવ-જી નેટવર્ક ન મળે ત્યાં સુધી ફક્ત ફાઇવ-જી ઇનેબલ્ડ હોવાને કારણે તેમાં ગેમ્સ વધુ સ્મૂધલી ચાલશે કે વીડિયો વધુ ઝડપથી ડાઉનલોડ થશે એવું માનશો નહીં. ઉલટાનું એવું બની શકે ફોનનાં અન્ય સ્પેસિફિકેશન્સ નબળાં હોવાનો કારણે તમારા હાલના ફોન કરતાં પણ નવા ફોનમાં પર્ફોર્મન્સ નબળું મળે.
ટૂંકમાં એવું સલામત રીતે કહી શકાય કે આપણા એરિયામાં ફાઇવ-જી નેટવર્ક મળવા ન લાગે ત્યાં સુધી ફાઇવ-જી ફોન ખરીદવાની ઉતાવળ કરવા જેવી નથી.

Read Also

Gujarat Government Advertisement

Related posts

સોલ્યુશન/ Google Play Storeમાંથી એપ ડાઉનલોડ નથી થતી, તો અજમાવો આ 6 ટ્રિક્સ

Bansari

વોરફેર/ આગામી સમયના યુદ્ધો મેદાન પર લડાશે કે સ્ક્રીન પર?

Zainul Ansari

વારસો / ગુજરાતનું 5 હજાર વર્ષ જૂનું નગર ધોળાવીરા સમગ્ર વિશ્વમાં અજોડ, જળ સંરક્ષણ બાબતે સૌ કોઈએ પ્રેરણા લેવા જેવી રચના

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!