GSTV
World

Cases
7066882
Active
12271724
Recoverd
735674
Death
INDIA

Cases
639929
Active
1583489
Recoverd
45257
Death

જબરદસ્ત પ્લાન! ફક્ત એક રિચાર્જ કરાવો અને ફ્રીમાં મેળવો 4 લાખ રૂપિયાનું ઇન્શ્યોરન્સ

ભારતી એરટેલ રિલાયન્સ જિયોને ટક્કર આપવા માટે નવો પ્લાન લઇને આવી છે. હવે ભારતી એરટેલે ભારતી એક્સા લાઇફ ઇન્શ્યોરન્સ સાથે ટાઇઅપ કરીને એક નવો પ્લાન લૉન્ચ કર્યો છે. આ પ્લાનમાં ગ્રાહકોને ઇન્શ્યોરન્સ પણ મળશે. આ પ્લાન દેશના તમામ લોકો માટે લાગુ થશે. ચાલો તમને જણાવીએ કે આખરે એરટેલ અને એક્સા લાઇફ ઇન્શ્યોરન્સે સાથે મળીને કયો નવો પ્લાન લૉન્ચ કર્યો છે.

599 રૂપિયાનો પ્લાન

– એરટેલનો આ 599 રૂપિયાનો સ્પેશિયલ પ્રીપેડ પ્લાન છે.

– આ પ્લાનમાં, ગ્રાહકોને દરરોજ 2જીબી ડેટા આપવામાં આવશે.

– કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કૉલિંગની સુવિધા આપવામાં આવશે.

– તમને દરરોજ 100 ફ્રી એસએમએસ મળશે.

– આ પ્લાન સાથે 4 લાખ રૂપિયાનો જીવન વીમો આપવામાં આવશે.

– આ રિચાર્જની વેલિડિટી 84 દિવસની હશે.

– દરેક રિચાર્જ પર વીમા કવર આગામી 3 મહિના માટે વધારવામાં આવશે.

-હાલમાં, આ વીમો તમિલનાડુ અને પુડુચેરી માટે છે.

– આગામી કેટલાક મહિનામાં તે દેશભરના ગ્રાહકો માટે લાવવામાં આવશે.

– આ પ્લાન 18 થી 54 વર્ષની વયના લોકો માટે ઉપલબ્ધ રહેશે.

– તેના માટે કોઈ પેપરવર્કની જરૂર પડશે નહીં.

– કોઈપણ મેડિકલ સર્ટિફિકેટની જરૂર રહેશે નહીં.

ગ્રાહકની રિકવેસ્ટ પર, વીમાની એક નકલ પણ તેમના ઘરે પહોંચાડવામાં આવશે.

તમિલનાડુ અને પુડ્ડુચેરીમાં ભારતી એરટેલના હબ સીઇઓ મનોજ મારૂલીના જણાવ્યા અનુસાર, આ નેટવર્ક એક એવું પ્લેટફોર્મ છે જે ઘણી સેવાઓ પૂરી પાડી શકે છે. કંપની ખુશ છે કે ભારતીએ એક્સા લાઇફ ઇન્શ્યોરન્સ સાથે જોડાણ કર્યું છે. આ જોડાણ સાથે, પૈસા ખર્ચ કર્યા વિના ભારતમાં લાઇફ ઇન્શ્યોરન્સ લીધાં વિના જ ઇન્શ્યોરન્સની દિશામાં આ એક વિશેષ પગલું છે.

Read Also

Related posts

સોલા સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી, કપિરાજ બાયો મેડિકલ વેસ્ટમાં ફરતા મળ્યા જોવા

pratik shah

આ છ કારણોથી થાય છે ફેફસાંનું કેન્સર, જાણો તેના લક્ષણો અને બચાવના ઉપાયો

Karan

ઘરે બેઠા જ ડાઉનલોડ કરી શકો છો આધારકાર્ડ, આ નિયમોનું કરવાનું રહેશે પાલન

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!