GSTV

આ કંપની 199 રૂપિયામાં આપી રહી છે 4500GB ડેટા, જો જો આવો મોકો ના ચૂકતા!

રિલાયન્સ જિયોએ જિયો સેલ્યુલર બાદ પોતાની બ્રોડબેન્ડ સર્વિસ શરૂ કરી છે જેને જિયો ફાયબરના નામે લૉન્ચ કરવામાં આવી છે. જિયો ફાયબરને લઇને રિલાયન્સનો ટાર્ગેટ લૉન્ચિંગના એક વર્ષની અંદર 50 મિલિયન એટલે કે 5 કરોડ ગ્રાહકો સુધી પહોંચવાનો છે. તેના માટે કંપનીએ અનેક સસ્તા પ્લાન લૉન્ચ કર્યા છે. આ જ પ્લાનમાંથી એક પ્લાન 199 રૂપિયાનો છે. એક રિપોર્ટ અનુસાર, જિયો ફાયબર પાસે 199 રૂપિયાનો એક વીકલી પ્લાન છે. આ પ્લાન અંતર્ગત તમે દર મહિને 5 ટીબી સુધી ડેટાનો યુઝ કરી શકો છો. ચાલો તમને જણાવીએ આ પ્લાન વિશે…

Jioના આ પ્લાનમાં કેટલો ફાયદો?

હકીકતમાં આ પ્લાનમાં તમને 1 ટીબી ડેટા મળે છે પરંતુ જો તમે આ પ્લાનને પાંચ વાર રિચાર્જ કરાવો તો તમારે 35 દિવસ માટે 1,170 રૂપિયા ખર્ચ કરવા પડશે. તેમાં તમને કુલ 5 ટીબી ડેટા મળશે. તમને વિચાર આવતો હશે કે આખરે આ પ્લાન વિશે તમને શા માટે જણાવવામાં આવી રહ્યું છે. તો આ 199 રૂપિયાના પ્લાનમાં પહેલો ફાયદો એ છે કે આ પ્લાનમાં તમને 100mbpsની સ્પીડ મળે છે. બીજો ફાયદો એ છે કે માસિક એફયૂપી ડેટા પૂરો થયા બાદ પણ તમને ઇન્ટરનેટ યુઝ કરી શકો છો.

Jio ફાયબરનો સૌથી સસ્તો પ્લાન

ટોટલ ફાયદો જોઇએ તો 199 રૂપિયાનો પ્લાન જિયો ફાયબરનો સૌથી સસ્તો પ્લાન છે કારણ કે કોઇ અન્ય મંથલી પ્લાનમાં તમને આટલો ડેટા નહી મળે. જેમ કે જો તમે 1299 રૂપિયાનો ગોલ્ડ પ્લાન લેશો તો તમારે 18 ટકા જીએસટી પણ આપવો પડશે અને તે બાદ પણ તમને 750 જીબી ડેટા મળશે અને તે પણ 250 mbpsની સ્પીડથી. તો હવે તમે જ નક્કી કરી લો કયા પ્લાનમાં તમને વધુ ફાયદો મળશે.

Read Also

Related posts

લોકડાઉનમાં પોલીસ સાથે રમત રમવી યુવકને પડી ભારે, પોલીસના લોગો વાળું ટી શર્ટ પણ આવ્યું કામ

Nilesh Jethva

ભરૂચ નગરપાલિકાના કર્મચારીઓએ લોકડાઉનના ઉડાડ્યા લીરેલીરા, પોલીસે કરી કાર્યવાહી

Nilesh Jethva

Lockdown તોડીને બહાર નિકળ્યા તો કોઈ નાની મોટી સજા નહીં થશે આટલા વર્ષોની જેલ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!