GSTV
Finance India News Trending

ફાયદો/ LICની આ પોલીસીમાં એક જ વાર ભરો પ્રીમિયમ, આજીવન દર મહિને મળતા રહશે 36,000 રૂપિયા

lic

દેશની સૌથી મોટી વીમા કંપની એટલે ભારતીય જીવન વીમા નિગમે (LIC) પોતાની ખૂબ જ લોકપ્રિય વીમા પોલીસી જીવન અક્ષય પોલીસીને (LIC Jeevan Akshay Policy) બંધ કરી દીધી હતી. પરંતુ આ પોલીસીને ફરીથી શરૂ કરવામાં આવી છે. LIC જીવન અક્ષય પોલીસી અંતર્ગત પોલીસીધારક માત્ર એક જ વાર હપ્તો ચુકવ્યા બાદ આજીવન પેન્શનનો લાભ મેળવી શકે છે.

lic

મહત્તમ રોકાણની નથી કોઇ મર્યાદા

જીવન અક્ષય પોલીસી સિંગલ પ્રીમિયમ નોન લિંક્ડ નોન પાર્ટિસિપેટિંગ અને પર્સનલ એન્ચુટી પ્લાન છે. આમા ઓછામાં ઓછું એક લાખ રૂપિયાનું રોકાણ કરીને પોલીસી શરૂ કરવામાં આવે છે. આ પોલીસીમાં મહત્તમ રોકાણની કોઇ મર્યાદા નક્કી કરવામાં આવી નથી.

જો કોઇ વ્યક્તિ આ પોલીસીમાં ઓછામાં ઓછુ એક લાખનું રોકાણ કરે છે તો તેમને વાર્ષિક 12 હજાર રુપિયા મળશે. એટલે એકવારમાં એક લાખ રુપિયાના રોકાણ પર દરેક વર્ષે 12,000 રૂપિયા પેન્શન મળશે. આ પ્લાનમાં અધિકત્તમ રોકાણની કોઇ મર્યાદા નથી જેથી પોલીસીધારક આમાં પોતાની ઇચ્છાપ્રમાણે મહત્ત્મ રોકાણ કરી શકે છે. પેન્શનની રકમ રોકાણની રકમ પર આધારિત રહેશે.

શું છે લાયકાત

આ પોલીસીને 35 વર્ષથી લઇને 85 વર્ષનાં લોકો લઇ શકીએ છીએ. આ ઉપરાંત દિવ્યાંગ લોકો પણ આ પોલીસીનો લાભ લઇ શકે છે. આ પોલીસીની ખાસ વાત એ છે કે, પેન્શનની રકમ કઇ રીતે મેળવવી છે તેના માટે પણ 10 વિકલ્પ આપવામાં આવે છે.

જીવન અક્ષય પોલીસીનો Annuity payable for life at a uniform rate વિકલ્પ પસંદ કરીને આ પોલીસીમાં એકવાર રોકાણ કરીને તમે 36 હજાર રૂપિયાનું પેન્શન મેળવી શકો છો. ઉદાહરણ તરીકે, કોઇ 45 વર્ષનો વ્યક્તિ આ પ્લાનને પસંદ કરે છે અને સાથે જ તે 70,00,000 રુપિયાના એશ્યોર્ડ વિકલ્પની પસંદગી કરે છે તો તેને 71,26,000 રુપિયાનું પ્રિમીયમ ચૂકવવાનું રહેશે. આ રોકાણ બાદ તેને પ્રતિ માસ 36,429 રૂપિયાનું પેન્શન મળશે. જોકે, મૃત્યુ બાદ આ પેન્શન બંધ થઇ જશે. LICની જીવન અક્ષય પોલીસીમાં આ પ્રકારના અનેક પ્લાન છે.

Read Also

Related posts

પહેલવાનોના સમર્થનમાં રસ્તા પર ઉતર્યા CM મમતા બેનર્જી, યુથ કોંગ્રેસે સચિન તેંદુલકરના ઘરની બહાર લગાવ્યા પોસ્ટર

Vushank Shukla

શરીર પરના તલને આધારે ભવિષ્યકથન, ગોળ દેખાતા તલ શુભ અને ભાગ્યવૃદ્ધિ કરનારા મનાય

Hardik Hingu

લેખક-ફોટોગ્રાફર વિવેક દેસાઈને નિબંધસંગ્રહ ‘બનારસ ડાયરી’ માટે  નર્મદ સુવર્ણ ચંદ્રક જાહેર

Nakulsinh Gohil
GSTV