GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

Jio આપી રહ્યું છે માત્ર રૂ.299માં દૈનિક 3GB ડેટા

રિલાયન્સ જિયોએઅ 26 જાન્યુઆરી 2018ના રોજ પોતાના પ્લાન્સ અપડેટ કર્યા છે. નવા અપડેટ બાદ જિયો રૂ.98થી લઇને રૂ.499 સુધીના પ્લાન્સ આપી રહ્યું છે. હવે આ પ્લાન્સમાં અગાઉ કરતાં વધુ ડેટા આપવામાં આવી રહ્યો છે. જિયોએ એક નવો પ્લાન પણ લોન્ચ કર્યો છે જેમાં માત્ર રૂ.299માં દૈનિક 3જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે એરટેલે પણ પોતાના અનેક પ્લાન્સ અપડેટ કર્યા છે. એરટેલ પણ અગાઉ કરતાં 40 ટકા વધુ ડેટા આપી રહ્યું છે.

98 રૂપિયાનો પ્લાન

જિયોના ખૂબ જ સસ્તા 98 રૂપિયાના પ્લાનને તાજેતરમાં જ અપડેટ કર્યો છે. આ પ્લાનનની વેલિડિટી 28 દિવસની છે અને હવે આ પ્લાનમાં દૈનિક 2જીબી ડેટાની સાથે અનલિમિટેડ કોલિંગ અને એપ સબસ્કિપ્શન પણ આપવામાં આવી રહ્યું છે. અગાઉ આ પ્લાનની વેલીડિટી 14 દિવસની હતી અને તેમાં 2.1 જીબી ડેટા આપવામાં આવી રહ્યો હતો.

149 રૂપિયાનો પ્લાન

આ પ્લાનમાં 26 જાન્યુઆરીથી 42 જીબી ડેટા એટલે કે દૈનિક 1.5 જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. તેમાં અનલિમિટેડ કોલિંગની સાથે એપ સબસ્ક્રીપ્શન પણ આપવામાં આવશે. અગાઉ આ પ્લાનમાં 28 ડીબી ડેટા આપવામાં આવતો હતો.

198 રૂપિયાનો પ્લાન

આ પ્લાનમાં હવે 56જીબી ડેટા આપવામાં આવશે. અગાઉ આપ્લાનમાં 42 જીબી ડેટા આપવામાં આવતો હતો. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. આઉપરાંત આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગની સાથે એપ સબસ્ક્રીપ્શન પણ આપવામાં આવશે.

 

299 રૂપિયાનો પ્લાન

કંપનીએ 299 રૂપિયાના પ્લાનને પણ અપડેટ કર્યો છે. હવે આ પ્લાનમાં તમને દરરોજ 3 જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. આ પ્લાનની વેલિડિટૂ 28 દિવસની છે. એટલે કે આ પ્લાનમાં તમને કુલ 84 જીબી ડેટા મળશે. સાથે જ તમને 100 એસએમએસ પણ ફ્રી મળશે.

349 રૂપિયાનો પ્લાન

આ પ્લાનમાં હવે 70 જીબીના બદલે 105 જીબી ડેટા મળશે અને આ પ્લાનની વેલિડિટી 70 દિવસની હશે. આ ઉપરાંત અનલિમિટેડ કોલિંગની સાથે એપ સબસ્ક્રીપ્શન પણ આપવામાં આવશે.

399 રૂપિયાનો પ્લાન

આ પ્લાનમાં હવે 84 જીબી ડેટાના બદલે 126 જીબી ડેટા આપવામાં આવશે. આ પ્લાનની વ્લિડિટી 84 દિવસની છે. આ ઉપરાંત અનલિમિટેડ કોલિંગની સાથે એપ સબસ્ક્રીપ્શન પણ આપવામાં આવશે.

449 રૂપિયાનો પ્લાન

આ પ્લાનમાં હવે કુલ 136 જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. અગાઉ આ પ્લાનમાં 91 જીબી ડેટા આપવામાં આવતો હતો. અનલિમિટેડ કોલિંગની સાથે એપ સબસ્ક્રીપ્શન પણ આપવામાં આવશે. સાથે જ 448 રૂપિયામાં 84 દિવસ માટે 168 જીબી અને 498 રૂપિયામાં 91 દિવસ માટે 182 જીબી ડેટા મળશે.

Related posts

ભૂમિ પૂજન પહેલા બોલ્યા અડવાણી, પુરૂ થઈ રહ્યું છે મારા દિલનું સપનુ, કાલનો દિવસ ઐતિહાસિક

Mansi Patel

સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ થઈ રહેલી રાજનીતિ મામલે આખરે આદિત્ય ઠાકરેએ તોડ્યું મૌન

Nilesh Jethva

રામ મંદિર માટે સોમનાથથી નીકળેલી એલકે અડવાણીની રથયાત્રાના સાક્ષી બનેલા લોકોએ સંસ્મરણો વાગોળ્યા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!