GSTV

ખુશખબરી / એલપીજી સિલીન્ડર બુકિંગ પર મેળવો 2700 રૂપિયા સુધીનું કેશબેક અને બીજા ઘણા લાભ…

Last Updated on September 18, 2021 by Zainul Ansari

હાલ વર્તમાન સમયમા મોંઘવારીનો માર પ્રજાનું જીવન કપરું બનાવી રહ્યો છે ત્યારે આજે અમે તમારા માટે એક સારા સમાચાર લઈને આવ્યા છીએ. હવે તમે એલપીજી સિલિન્ડર સસ્તામાં લઈ શકો છો. હાલ, પેટીએમ તમારા માટે વિશેષ ઓફર લઈને આવી છે. આ ઓફર અંતર્ગત જો તમે પેટીએમ એપનો ઉપયોગ કરીને ગેસ સિલિન્ડરની બુકિંગ કરો તો તમને સારો એવો ફાયદો મળી શકે છે. તો ચાલો આ અંગે થોડી વધુ માહિતી મેળવીએ.

પેટીએમથી એલપીજી બુક કરવા પર બમ્પર કેશબેક :

જો તમે પેટીએમ દ્વારા એલપીજી સિલિન્ડર બુક કરશો તો તમને 2,700 રૂપિયાનો સીધો ફાયદો મળશે. વાસ્તવમાં પેટીએમએ એલપીજી સિલિન્ડર બુક કરવા પર કેશબેક અને અન્ય ઘણા પુરસ્કારોની જાહેરાત કરી છે. પેટીએમે કેશબેક ઓફર 3 પે 2700 નામની સ્કીમ લોન્ચ કરી છે. નવા યુઝર્સ આ ઓફરનો લાભ લઈ શકશે. જેમાં તેમણે સતત ત્રણ મહિનાના પ્રથમ બુકિંગ પર 900 રૂપિયા સુધીનું ખાતરીપૂર્વકનું કેશબેક મળશે.

એલપીજી

900 રૂપિયા સુધીનું મળશે કેશબેક :

આ ઓફરમાં અમુક નિયમો અને શરતો પણ છે. આ કેશબેક માત્ર તે ગ્રાહકો માટે ઉપલબ્ધ હશે જેમણે પહેલી જ વખત એલપીજી સિલિન્ડર બુક કરાવ્યા છે. દર મહિને જો તમે ત્રણ ગેસ સિલિન્ડર બુક કરાવો છો તો તમને ફક્ત પહેલા સિલિન્ડરની બુકિંગ પર જ 900 રૂપિયા સુધીનું કેશબેક મળશે. આ કેશબેક ત્રણ મહિના માટે મળશે. આ કેશબેક 10 રૂપિયાથી લઈને 900 રૂપિયા સુધીનુ હોય શકે છે.

આ સિવાય પણ છે બીજી ઘણી ઓફરો :

આ સિવાય પેટીએમ દરેક બુકિંગ પર યુઝરને નિશ્ચિત પુરસ્કારો અને 5000 સુધીના કેશબેક પોઈન્ટ પણ આપશે. થોડા સમય પહેલા પેટીએમે તેની એપમાં એક નવું ફીચર પણ ઉમેર્યું છે. જેમાં યુઝર્સ સિલિન્ડર બુક કરાવ્યા બાદ તેની ડિલિવરીને પણ ટ્રેક કરી શકે છે. આ સિવાય ફોન પર સિલિન્ડર ભરવાનું રિમાઇન્ડર પણ આવશે.

એલપીજી

પેટીએમ પોસ્ટપેડ સ્કીમ :

આ ‘3 પે 2700 કેશબેક ઓફર’ ઇન્ડિયન, એચપી ગેસ અને ભારત ગેસ જેવી 3 મોટી એલપીજી કંપનીઓના સિલિન્ડર બુકિંગ પર લાગુ છે. આ સિવાય ગ્રાહકો ‘પેટીએમ નાઉ પે લેટર’ સેવાનો ઉપયોગ કરીને આવતા મહિને સિલિન્ડર બુકિંગના પૈસા ચુકવવાની તક પણ મેળવી શકે છે.

કેવી રીતે મળશે કેશબેક?

આ માટે તમારે સૌથી પહેલા પેટીએમ એપ ડાઉનલોડ કરો. ત્યારબાદ સિલિન્ડર બુકિંગ પર જાઓ અને તમારી ગેસ એજન્સી પસંદ કરો. આમાં, તમે ત્રણ વિકલ્પો જોશો – ભારત ગેસ, ઇન્ડેન ગેસ અને એચપી ગેસ. ત્યારબાદ તેમાં તમે તમારો રજિસ્ટર્ડ નંબર અથવા LPG ID અથવા ગ્રાહક નંબર દાખલ કરો. આ માહિતી ભર્યા પછી, તમે પ્રોસીડનું બટન દબાવીને ચુકવણી કરી શકો છો. પેમેન્ટ ચૂકવાઈ ગયા બાદ તમને તુરંત કેશબેક મળી જશે. આ કેશબેક 10 રૂપિયાથી લઈને 900 રૂપિયા સુધીનું હોય શકે છે.

Read Also

Related posts

ઓમીક્રોનના ડર વચ્ચે 6 રાજ્યોને અપાયું એલર્ટ, ફરી વધી શકે છે કોરોના સંક્રમણ

Zainul Ansari

સંયુક્ત કિસાન મોરચા બેઠક કમિટી માટે પાંચ સભ્યોના નામની કરાઈ પસંદગી, અનેક મુદાઓ પર કરશે સરકાર સાથે ચર્ચા

Zainul Ansari

સરહદ પર 94 હજારથી પણ વધારે સૈનિકો થયા તૈનાત, બાઈડને આપી રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ચેતવણી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!