જો તમને લાગતુ હોય કે 50 કે 100 રૂપિયા બચાવીને કોઇ મોટી બચત ના કરી શકાય તો આ ખબર તમારા માટે છે. બચત કરવા માટે એક મોટી અમાઉન્ટ હોવી જરૂરી નથી. તમે નાની બચત દ્વારા પણ મોટુ ફંડ ઉભુ કરી શકો છો. ઓછુ રોકાણ કરીને વધુ આવક મેળવવા માટે જરૂરી છે કે તમે સાચી જગ્યાએ રોકાણ કરો. અમે તમને એક એવી સ્કીમ વિશે જણાવવા જઇ રહ્યાં છીએ જેની મદદથી તમે સરળતાથી મોટી રકમ જોડી શકશો. આવી જ નાની બચત યોજનાનો એક વિકલ્પ છે પબ્લિક પ્રોવિડેંટ ફંડ એકાઉન્ટ (PPF). જાણો કઇ રીતે ફક્ત 200 રૂપિયા બચાવીને આ સ્કીમ દ્વારા ફક્ત 20 વર્ષમાં 14 લાખ રૂપિયાના માલિક બની જશો.
PPFના ફાયદા

PPF સ્કીમ અંતર્ગત તમારા રોકાણ પર સુરક્ષાની ગેરેન્ટી મળે છે. સ્કીમ અંતર્ગત મળતા વ્યાજ પર ઇનકમ ટેક્સ નથી લાગતો. તેમાં નૉમિનીની પણ સુવિધા છે. આ એકાઉન્ટ પોસ્ટ ઑફિસ અને બેન્કની પસંદગીની શાખાઓમાં 15 વર્ષ માટે ખોલવામાં આવે છે, જેને 5 વર્ષ સુધી લંબાવી શકાય છે.
ફક્ત 500 રૂપિયામાં ખોલાવો એકાઉન્ટ

આ એકાઉન્ટને ખોલવા માટે તમારી પાસે ફક્ત 500 રૂપિયા હોવા જોઇએ. પરંતુ તેમાં એક નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા 500 રૂપિયાનું રોકાણ કરવુ જરૂરી છે. વર્ષમાં મહત્તમ 1.50 લાખ રૂપિયાનું રોકાણ કરી શકાય છે. આ એકાઉન્ટમાં વ્યાજ દરો સરકાર સમયે સમયે નક્કી કરે છે. એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં આ એકાઉન્ટમાં 7.1 ટકા વ્યાજ મળી રહ્યું છે.
આ રીતે મળશે 32 લાખનું ફંડ

આ સ્કીમ અંતર્ગત તમે ફક્ત 200 રૂપિયા દરરોજ બચાવીને રોકાણ કરવાનું વિચારી લો તો તે 6000 રૂપિયા મહિનાના થશે. આ રીતે તમારુ વર્ષે 72,000 રૂપિયાનું રોકાણ થશે. જો તમે આવુ 15 વર્ષ સુધી કરશો તો તમારુ કુલ રોકાણ 10,80,000 રૂપિયા થઇ જશે.
PPFમાં 7.1 ટકા વાર્ષિક કંપાઉન્ડિંગના હિસાબે વ્યાજ મળી રહ્યું છે. 20 વર્ષ સુધી જો આ જ દરે વ્યાજ મળે તો કુલ રિટર્ન 14.40 લાખ રૂપિયા થઇ જશે. એટલે કે તમને કુલ રોકાણ પર 17.55 લાખ રૂપિયાના વ્યાજ રૂપે વધારાનો ફાયદો થશે.

શું છે કંપાઉન્ડિંગ ફોર્મ્યુલા
- A=P (1+r/n)nt
- A: કુલ અમાઉન્ટ
- P: મૂળધન
- r: રેટ ઓફ ઇન્ટરેસ્ટ
- n: એક વર્ષમાં કેટલી વાર કંપાઉન્ડિંગ
- nt: કુલ સમય
Read Also
- મહિસાગરમાં પોક્સો એક્ટ હેઠળ આરોપીને સજા ફટકારી, વર્ષ 2019માં લગ્નની લાલચ આપીને સગીરાને ભગાડી ગયો હતો નરાધમ
- ક્રિકેટના ફોર્મેટના ભવિષ્યને લઇ સૌરવ ગાંગુલીએ આપ્યું મોટું નિવેદન કહ્યું, ભવિષ્યમાં માત્ર …
- Low Blood Pressure/ લો બ્લડ પ્રેશરના સમયે જરૂર ખાઓ ફ્રૂટ્સ, તરત જ કંટ્રોલમાં આવશે બીપી
- બાંધકામો નિયમિત કરવા માટે માત્ર સાત હજાર 500 અરજીઓ જ આવી, ઈમ્પેક્ટ ફીના કાયદાનો ઈમ્પેક્ટ પડ્યો કે નહી?
- બુલડોઝર એક્શન પર મેહબૂબા મુફ્તી ભડક્યા, ‘મકાનો તોડીને ભાજપે રાજ્યને અફઘાનિસ્તાનમાં ફેરવી દીધું’