GSTV
World

Cases
6827968
Active
11545419
Recoverd
714731
Death
INDIA

Cases
607384
Active
1378105
Recoverd
41585
Death

વૃદ્ધાવસ્થામાં નહીં રહે રૂપિયાની ચિંતા: દર મહિને 10 હજાર રૂપિયાના પેન્શનની છે ગેરેન્ટી, જાણો કઇ છે મોદી સરકારની આ યોજના

10

Pradhan Mantri Vaya Vandana Scheme: પ્રધાનમંત્રી વય વંદના યોજનામાં 31 માર્ચ 2023 સુધી રોકાણ કરી શકાય છે. તાજેતરમાં સરકારે તેની ડેડલાઇન આગળ વધારી છે. પ્રધાનમંત્રી વય વંદના યોજના સિનિયર સિટીઝન્સ માટે મહત્વની યોજના છે. તેની ડેડલાઇન આગળ વધારવામાં આવ્યા બાદ હવે રોકાણકારોને 3 વર્ષ માટે વધુ સમય મળી ગયો છે. નાણાકીય વર્ષ 2020-21 માટે નિશ્વિત રિટર્નનો દર 7.4 ટકા વાર્ષિક રાખવામાં આવ્યો છે.

પેન્શન

સ્કીમ અંતર્ગત દર વર્ષે નાણાકીય વર્ષની શરૂઆતમાં 1 એપ્રિલે વ્યાજ દર નક્કી કરવામાં આવે છે. સ્કીમમાં દર મહિને 10 હજાર રૂપિયા સુધીનું પેન્શન મળે છે. લઘુત્તમ પેનઅશન 1 હજાર રૂપિયા મળવાની જોગવાઇ છે. આ દરને દર વર્ષે બદલવામાં આવે છે. પોલીસી ટર્મ 10 વર્ષ માટે નક્કી કરવામાં આવી છે. જો કોઇ રિટાયર વ્યક્તિ આ યોજનામાં રિટાયરમેંટ પર મળતી રકમનો કેટલોક હિસ્સો રોકે તો તેને અનેક ફાયદા મળે છે. તેમાં તમને રિટાયરમેંટ પર મળેલા રૂપિયા સુરક્ષિત રહેશે સાથે જ દર મહિને પેન્શનની પણ વ્યવસ્થા થઇ જશે.

આ દસ્તાવેજોની પડશે જરૂર

અરજદારના પાનકાર્ડની નકલ, ઘરનું સરનામું બતાવવા માટે આધારકાર્ડ અથવા પાસપોર્ટની નકલ, પાસબુકના પહેલા પાનાની નકલ.

યોજનાનો લાભ

વરિષ્ઠ નાગરિકોને દસ વર્ષ સતત પેન્શન મળશે. આ પેન્શન એક દરે આપવામાં આવશે અને તેની ખાતરી આપવામાં આવશે.

– આ યોજના હેઠળ, તમે માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક અથવા વાર્ષિક ધોરણે પેન્શન લઈ શકો છો, આ નીતિની મુદત મહત્તમ દસ વર્ષ માટે છે.

દસ વર્ષ પછી, પેન્શનની અંતિમ ચુકવણી સાથે, થાપણ પણ પરત આવે છે.

-આ યોજના પર ટેક્સ મુક્તિ ઉપલબ્ધ નથી.

– આ યોજના હેઠળ તમે 15 લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો, 60 વર્ષ કે તેથી વધુ વયના સિનિયર સિટિઝન્સ પણ તેમાં રોકાણ કરી શકે છે.

– ન્યૂનતમ પેન્શન એક હજાર રૂપિયા હશે, જ્યારે મહત્તમ પેન્શન 10,000 રૂપિયા હશે.

યોજના હેઠળ મૃત્યુ લાભ પણ ઉપલબ્ધ છે. આ હેઠળ, રકમ નોમિનીને પરત કરવામાં આવે છે અને તે આઠ ટકાનું નિશ્ચિત વળતર મેળવે છે.આ યોજના માટે અરજી પ્રધાનમંત્રી વય વંદના યોજનાની ઓફિશિયલ વેબસાઇટ અને ભારતીય જીવન વીમા નિગમ પર જઇને કરી શકો છો. તમારે એક અરજી ફોર્મ ભરવાનું છે, જેમાં તમામ જરૂરી જાણકારીઓ આપવાની રહેશે. અરજી ફોર્મ સાથે કેટલાંક પ્રમાણ પત્ર પણ જમા કરાવવાના છે, સીનિયર સિટીઝન ઓનલાઇન આ સ્કીમમાં અરજી કરી શકે છે.

Read Also

Related posts

CBSE કંપાર્ટમેન્ટ પરીક્ષા આયોજિત થશે કે નહી ? જાણો શું કહ્યુ બોર્ડે !

Ankita Trada

બ્રાહ્મણ કાર્ડ: યુપીમાં બ્રાહ્મણોને ખુશ કરવા માટે અખિલેશનું એલાન, દરેક જિલ્લામાં લાગશે પરશુરામની પ્રતિમા

Pravin Makwana

જીતુ વાઘાણીના ફાર્મહાઉસમાં પાણીની ટાંકી તૂટી પડતાં 2 મહિલાઓનાં મોત, કમકમાટીભરી ઘટના

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!