GSTV
Sports Trending

જર્મનીની જીત / હોકી વર્લ્ડ કપમાં બેલ્જિયમને શૂટઆઉટમાં હરાવીને જર્મનીએ ખિતાબ જીત્યો

હોકી વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ જર્મની-બેલ્જિયમ વચ્ચે ભુવનેશ્વરમાં રમાઈ હતી જેમાં જર્મનીએ મેચમાં શાનદાર પ્રદર્શન કરીને ત્રીજીવાર વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. મેચના નિર્ધારિત સમય સુધીમાં બંને ટીમો સ્કોર 3-3 પર રહ્યો હતો જેના પગલે મેચ શૂટઆઉટમાં પહોંચી હતી જેમાં જર્મનીએ બેલ્જિયમને 5-4થી હરાવીને ફાઈનલ મેચ જીત હતી.

હોકી વર્લ્ડ કપમાં જર્મની અને બેલ્જિયમ બંનેની સફર સારી રહી હતી પરંતુ ફાઈનલ મેચમાં જર્મનીએ બાજી મારી હતી. શૂટઆઉટમાં 5-4થી જીત મેળવી હતી. બેલ્જિયમ માટે પ્રથમ ગોલ 9 મિનિટે ફ્લોરેન્ટે કર્યો હતો. આ પછી કોસયંસે 10મી મિનિટે ગોલ કરીને ટીમને 2-0ની સરસાઈ અપાવી હતી.

આ સાથે જ જર્મની માટે વેલેન નિકલાસે પ્રથમ ગોલ કર્યો હતો. 28મી મિનિટે ગોલ કરીને ટીમને 2-1ની લાવી દીધી હતી. જર્મની માટે બીજો ગોલ 40મી મિનિટે અને ત્રીજો ગોલ 47મી મિનિટે થયો હતો. આ સાથે જ બેલ્જિયમે છેલ્લી મિનિટોમાં ગોલ કરીને 3-3થી બરાબરી કરી લીધી હતી. જર્મની અને બેલ્જિયમ વચ્ચે રમાયેલી ફાઈનલ મેચ નિર્ધારિત સમય સુધી 3-3થી ડ્રોમાં સમાપ્ત થઈ હતી. આ પછી શૂટઆઉટમાં જર્મનીની જીત થઈ હતી. જર્મનીએ ત્રીજું વર્લ્ડ કપ ટાઇટલ જીત્યું છે.

READ ALSO

Related posts

Viral Video/ બાઈકર ધુમ સ્ટાઈલમાં સ્ટંટ કરીને આગળ નીકળી ગયો, આ જોઈ પોલીસનું પણ માથું ચકરાઈ ગયું

Siddhi Sheth

જાણો કેટલો ખતરનાક છે અમિત શાહને ધમકી આપનાર અમૃતપાલ સિંહ? ધરપકડ માટે ચાલી રહેલા અભિયાનનો આજે ત્રીજો દિવસ

GSTV Web News Desk

ભારત ઓસ્ટ્રેલિયા વન ડે સીરિઝ વચ્ચે ભારત માટે ખુશખબરી, ત્રીજી મેચ પહેલા ટીમ સાથે જોડાશે આ દિગ્ગજ

HARSHAD PATEL
GSTV