GSTV
Home » News » આતંકી મસૂદ અઝહરને ગ્લોબલ આતંકવાદી જાહેર કરવા જર્મની યુરોપિયન યુનિયનમાં પ્રસ્તાવ કરશે રજૂ

આતંકી મસૂદ અઝહરને ગ્લોબલ આતંકવાદી જાહેર કરવા જર્મની યુરોપિયન યુનિયનમાં પ્રસ્તાવ કરશે રજૂ

america warned china

જમ્મુ-કાશ્મીરના પુલવામા ખાતે સીઆરપીએફના કાફલા પર થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાનને વૈશ્વિક રીતે ઘેરવાની રણનીતિ બનાવી છે. આ રણનીતિમાં ભારત ઘણે અંશે સફળ પણ રહ્યું છે. પહેલાં સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદ (UNSC)માં ફ્રાન્સ, અમેરિકા અને બ્રિટને જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહરને ગ્લોબલ આતંકવાદી જાહેર કરવા માટેનો પ્રસ્તાવ રજૂ કર્યો તો હવે જર્મની પણ યુરોપિયન યુનિયનમાં આવો પ્રસ્તાવ રજૂ કરશે.

UNSCમાં તો ચીનની આડોડાઇના કારણે મસૂદ અઝહર બચી ગયો પરંતુ હવે યુરોપિયન યુનિયનમાં મસૂદ અઝહરને પ્રતિબંધિત કરવા માટે જર્મનીએ કમર કસી છે. જર્મનીએ પોતાના પ્રસ્તાવનું સમર્થન કરવા અન્ય દેશોને અપીલ કરી છે. આ પ્રસ્તાવને લઇને જર્મની અનેક દેશોના સંપર્કમાં પણ હોવાનું કહેવાય છે.

જો જર્મનીનો આ પ્રસ્તાવ પાસ થઇ જાય તો યુરોપના લગભગ 28 દેશોમાં મસૂદ અઝહરના પ્રવેશ પર બૅન લાગી જશે. જર્મનીના સૂત્રોનું કહેવું છે કે તમામ 28 દેશો એ પ્રયત્ન કરશે કે પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવામાં આવે.

જર્મનીની આ પહેલને ભારતની મોટી કૂટનૈતિક જીત સ્વરૂપે જોવામાં આવી રહી છે. થોડા દિવસો અગાઉ ફ્રાન્સે પણ જૈશ-એ-મોહમ્મદ વિરુદ્ધ આકરી કાર્યવાહી કરતા તેના પર પ્રતિબંધ મૂક્યો હતો અને અન્ય દેશોને પણ એમ કરવાની અપીલ કરી હતી.

Related posts

દિલ્હી : AIIMSમાં આગ બની બેકાબૂ, NDRFની 2 ટીમો અને ફાયરબ્રિગ્રેડની 45 ગાડીઓ હાજર

Path Shah

કોંગ્રેસ નેતા વિકાસ ચૌધરીની હત્યાનો માસ્ટર માઈંડ દુબઈમાં એરેસ્ટ

Kaushik Bavishi

આ ગામડાનો યુવાન ભારતનો છે ઉસૈન બોલ્ટ, માત્ર 11 સેકન્ડમાં 100 મીટરની દોડ કરી પૂર્ણ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!