GSTV
breaking news India News

પાકિસ્તાને સબમરિન છૂપાવવા માટે માગી આ દેશ પાસે ટેકનોલોજી, ન આપી દેખાડ્યો ઠેંગો

જર્મનીની ચાન્સેલર એન્જેલા મર્કેલના નેતૃત્વ હેઠળની સુરક્ષા સમિતિએ પાકિસ્તાનને આંચકો આપ્યો છે. પાકિસ્તાને તેની પનડૂબી-સબમરીન માટે એર ઈન્ડિપેન્ડેન્ટ પ્રોપલ્શન માંગ્યું હતું, જેને બર્લિનએ સ્પષ્ટપણે આપવાનો ઇનકાર કરી દીધો હતો. એઆઈપીની મદદથી, સબમરીન અઠવાડિયા સુધી પાણીની નીચે રહી શકે છે. બહાર હવા લેવા આવવાની જરૂર રહેતી નથી. પાકિસ્તાન દ્વારા 6 ઓગસ્ટે જર્મન ફેડરલ સિક્યુરિટી કાઉન્સિલમાં પાકિસ્તાને એઆઈપી માંગી હતી જેથી તેની સબમરીન સપાટી પર ન આવે. એઆઈપી સિસ્ટમ સબમરીનની લડાઇ ક્ષમતામાં પણ વધારો કરે છે કારણ કે વાતાવરણીય હવા વિના ડીઝલ એન્જિન અઠવાડિયા સુધી ચાલી શકે છે. હાલની ટેકનોલોજી પ્રમાણે પરંપરાગત સબમરીનને દર બીજા દિવસે સપાટી પર પાછા આવવું પડે છે, તેથી રડારમાં પકડવાનું જોખમ વધારે છે.

આતંકવાદને અંકુશમાં લેવામાં અસમર્થ હોવાને કારણે જર્મનીએ પાકિસ્તાન અંગે કડક વલણ અપનાવ્યું છે. ખાસ કરીને, 2017 માં કાબુલમાં જર્મન દૂતાવાસમાં બોમ્બ ધડાકાના ગુનેગારોને સજા કરવામાં પાકિસ્તાન નિષ્ફળ ગયું છે. પાકિસ્તાનમાં સમર્થન પ્રાપ્ત કરનારા લગભગ 150 લોકોની હત્યા કરનારા વિસ્ફોટ પાછળ હકની નેટવર્કનો હાથ હતો.

આ નિયમોનું પાલન ન કરતું હોવાનો આરોપ

થોડા દિવસો પહેલા, ફાઈનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ) ના ‘ગ્રે સૂચિ’માંથી બહાર આવવાના પ્રયાસોના ભાગરૂપે, પાકિસ્તાને 88 પ્રતિબંધિત આતંકવાદી સંગઠનો અને તેમના માસ્ટર વિરુદ્ધ કાર્યવાહી કરવાનો ઢોંગ કર્યો છે. પરંતુ આ સૂચિમાં અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમનું નામ શામેલ કરીને, તેમણે અંતે સ્વીકાર્યું કે દાઉદ પાકિસ્તાનની ધરતી પર છે. આ યાદીમાં આતંકવાદીઓ અને તેમના સંગઠનો જેવા કે હાફિઝ સઈદ અને મસૂદ અઝહરના નામ પણ છે.

Related posts

જમ્મુમાં 32 કરોડના ખર્ચે તિરુપતિ બાલાજી મંદિરનું નિર્માણ: આજે પહેલીવાર કપાટ ખુલશે

Padma Patel

કેમેરામેનથી ખોવાઈ ગયા લગ્નના વીડિયો, વરરાજા કોર્ટમાં પહોંચ્યો, કોર્ટે ફટકાર્યો 25,000 રૂપિયાનો દંડ

Padma Patel

56 વર્ષનો પ્રેમી ને 36 વર્ષની પ્રેમિકા….. પહેલા મશીનથી કર્યા મૃતદેહોના ટુકડા, પછી કપાયેલા અંગોને કૂકરમાં ઉકાળ્યા, સનકી પ્રેમીએ ક્રૂરતા પૂર્વક લિવ ઈન પાર્ટનરની કરી હત્યા

pratikshah
GSTV