વિશ્વમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત છે. ત્યારે બીજી તરફ છેલ્લા એક વર્ષથી કોરોના મહામારી સામે દુનિયા લડી રહી છે. દરરોજ લાખોની સંખ્યામાં કેસ આવી રહ્યા છે. તો સામે હજારો લોકોના મોત પણ થઇ રહ્યા છે. આ બધા વચ્ચે કોરોનાનો નવો સ્ટ્રેન વતા લોકોમાં ભયનું વાતાવરણ ઉભું થયું છે. આ બધા વચ્ચે જર્મનીમાં પણ કોરોનાનો કહેર શરુ થયો છે. બુધવારના દિવસે જર્મનીમાં કોરોનાએ એક દિવસની અંદર 1000 કરતા પણ વધારે લોકોનો ભોગ લીધો છે.

જર્મનીમાં પણ કોરોનાનો કહેર શરુ થયો
કોરોના વાયરસનો ફેલાવો થયા બાદ પહેલી વખત જર્મનીમાં કોરોનાના કારણે આટલા મોત થયા છે. જર્મનીના રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્ર દ્વારા બુધવારે જણાવવામાં આવ્યું કે ગત 24 કલાકની અંદર જર્મનીમાં કોરોનાના કારણે 1129 દર્દીઓના મોત થયા છે. આ પહેલા સૌથી વધારે મૃત્યુ એક અઠવાડિયા પહેલા નોંધાયા હતા. ત્યારે એક દિવસમાં 962 લોકોના મોત થયા હતા.

બુધવારના દિવસે જર્મનીમાં કોરોનાએ એક દિવસની અંદર 1000 કરતા પણ વધારે લોકોનો ભોગ લીધો
1129 લોકોના મોત સાથે જ જર્મનીમાં કોરોનાનો કુલ મૃત્યુઆંક 32107 થયો છે.તો અત્યાર સુધી કોરોનાના કુલ 16.9 લાખ કેસ નોંધાયા છે. જર્મનીમાં જ્યારે કોરોનાની પહેલી લહેર હતી ત્યારે દુનિયાના અન્ય દેશોની સરખામણીમાં ત્યાં મૃત્યુદર ઘણો વનીચો હતો. જ્યારે હવે બીજી લહેરમાં મૃત્યુદર સતત નવા રેકોર્ડ બનાવી રહ્યો છે.

કોરોનાની બીજી લહેર અને વાયરસના નવા સ્ટ્રેનના કારણે ત્યાં ફરી વખત કડક પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે. આ પ્રતિબંધો 10 જાન્યુઆરી સુધી લગાવવામાં આવ્યા છે. 10 જાન્યુઆરી બાદ પણ જો સ્થિતિ કાબૂમાં ના આવી તો આ પ્રતિબંધોને વધારવામાં આવશે.
READ ALSO
- મ્યાનમાર : નોબેલ પુરસ્કાર વિજેતા આંગ સાન સૂ ચીને ભ્રષ્ટાચારના આરોપમાં 6 વર્ષની જેલ
- મોટા સમાચાર / નીતિશ સરકારમાં ‘મોટા ભાઈ’ની ભૂમિકામાં તેજસ્વી, આવતીકાલે 31 મંત્રીઓ લેશે શપથ
- ઈરાને સલમાન રશ્દી પર થયેલા હુમલામાં હાથ હોવાથી કર્યો ઇનકાર, લેખકના સહયોગીઓ પર મૂક્યો આરોપ
- ઓમિક્રોન વેરિઅન્ટ માટે પણ રસી બનાવવામાં આવી, બ્રિટને મોડર્નાની અપડેટ કરેલી રસી મંજૂર કરી
- બિગ ન્યૂઝ / 2002ના ચકચારી બિલ્કિસ બાનો બળાત્કાર કેસના 11 આરોપીઓને ગુજરાત સરકારે કર્યા સજા-મુક્ત, ગોધરા જેલમાં કાપી રહ્યા હતા સજા