GSTV
Home » News » ઈલેક્ટ્રિક કારો પર જ ફોક્સ કરશે BMW, 2023 સુધીમાં લોન્ચ કરશે 25 મોડલ્સ

ઈલેક્ટ્રિક કારો પર જ ફોક્સ કરશે BMW, 2023 સુધીમાં લોન્ચ કરશે 25 મોડલ્સ

જર્મન કાર કંપની BMWના ‘i’ બ્રાંડે સફળતાનો ફ્લેગ લહેરાવી દીધો છે.  કંપનીએ i3થી લઈને i8 પ્લગઈન કાર બાદ તેની પુરી ફ્લીટને ઈલેક્ટ્રિક કારમાં બદલવાની યોજના બનાવી દીધી છે. કંપનીની યોજના વર્ષ 2023 સુધીમાં 25 ઓલ ઈલેક્ટ્રિક કારને લોન્ચ કરવાની છે.

પહેલાં કંપનીએ ઈલેક્ટ્રિક કાર લોન્ચ કરવા માટે 2025ની સમય સીમા નક્કી કરી હતી. પરંતુ BMWની તરફથી રજૂ કરાયેલાં એક સત્તાવાર નિવેદનમાં જણાવાયુ છેકે, વર્ષ 2023માં તેની ઈ-કારનાં 25 મોડલ આવશે. કંપનીએ કહ્યુ છેકે, તે 2025ની જગ્યાએ 2023માં જ બજારમાં ઈ-વાહન ઉતારશે. જેમાં પુરી રીતે ઈ-વ્હીકલ, પ્લગ ઈન હાઈબ્રિડ એન્જીનવાળા વાહન સામેલ હશે.

કંપનીનું કહેવું છેકે, આગામી સમય ઈ-વાહનોનો હશે. એટલા માટે તેની તૈયારીઓમાં અત્યારથી જ જોડાઈ જવાની આવશ્યકતા છે. જ્યારે BMW કંપની આગામી અમુક વર્ષો તેના હાલનાં મોડલ્સને પ્લગઈન હાઈબ્રિડમાં લોન્ચ કરશે. કંપનીની ઈલેક્ટ્રિક કારોની સફળતાની વાત કરીએ તો, BMW i3 અત્યાર સુધીની પોપ્યુલર મોડલ રહી છે.

જ્યારે 2017માં કંપનીની ઈલેક્ટ્રિફાઈડ વાહનોનું વેચાણ વધીને 1,03,080 સુધી પહોંચી ગયુ હતુ.  જ્યારે કંપની તેના પોપ્યુલર મીની કારને ઈલેક્ટ્રિક વર્ઝનમાં લોન્ચ કરી શકે છે. કંપનીની યોજના છેકે, દુનિયાભરમાં 1 લાખ 40 હજાર ઈલેક્ટ્રિક કાર વેચવામાં આવે. જોકે, કંપની પહેલાથી 4 લાખ ઈલેક્ટ્રિફાઈડ કારો આખી દુનિયામાં વેચી રહી છે. BMWનું લક્ષ્ય 2019માં 5 લાખના આંકડાને મેળવવાનું છે. અને તેના માટે કંપની ઓલ ઈલેક્ટ્રિક BMW iX3, નવી i4 અને મિની લોન્ચ કરશે.

READ ALSO

Related posts

બોલિવુડ અભિનેતા રણવીર સિંહની અતરંગી સ્ટાઈલ, ફેશન જોઈને યૂઝર્સ કરી રહ્યા છે ટ્રોલ

pratik shah

ઓસ્કાર વિજેતા ‘સ્લમડોગ મિલિયોનેર’ ના આ સ્ટારકિડ્સનું નસીબ ફરી પલટાયું, ઝુંપડપટ્ટીમાં રહેવા થયો મજબુર

Ankita Trada

Post Officeની આ સ્કીમમાં મળશે બંપર ફાયદો, એકવાર પૈસા લગાવો અને મહિના માટે કરો કમાણી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!