GSTV
Home » News » જે કંપનીના પ્રેસિડેન્ટ પર #METOOનો આરોપ લાગ્યો હતો, તેણે કરી લીધી આત્મહત્યા

જે કંપનીના પ્રેસિડેન્ટ પર #METOOનો આરોપ લાગ્યો હતો, તેણે કરી લીધી આત્મહત્યા

જેનપેક્ટ કંપનીના આસિસ્ટન્ટ વાઈસ પ્રેસિડેન્ટ સ્વરૂપ રાજે પોતાના નિવાસસ્થાને ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. ઘટનાસ્થળેથી પોલીસને એક સુસાઈડ નોટ પ્રાપ્ત થઈ છે. થોડા દિવસો પહેલા સ્વરૂપ રાજ પર જાતીય સતામણીનો આરોપ લગાવાયો હતો.

જેને કારણે સ્વરૂપ રાજને તેની કંપનીએ સસ્પેન્ડ કર્યા હતા. સ્વરૂપ રાજે તેમની પત્નીના નામે લખેલી સુસાઈડ નોટમાં જણાવ્યુ છે કે તેમના પરના જાતીય સતામણીના આરોપો તદ્દન ખોટા છે. તેમને તેમની ઓફિસની મહલા કર્મચારીઓએ ખોટી રીતે ફસાવ્યા છે.

જો તપાસમાં તેમને નિર્દોષ જાહેર કરવામાં આવશે, તો પણ આરોપ લાગવાને કારણે લોકો તેમને શંકાની નજરે જ જોશે. આવી સ્થિતિમાં તેઓ કેવી રીતે ફરીથી કંપનીમાં જશે? મહત્વપૂર્ણ છે કે સ્વરૂપ રાજ પર જાતીય સતામણીના આરોપ લાગ્યા બાદ કંપનીએ તેમને સસ્પેન્ડ કર્યા હતા.

READ ALSO

Related posts

પ્રસાદમાં પંચામૃતને પવિત્ર કેમ ગણવામાં આવે છે? જાણો શું છે બનાવવાની શાસ્ત્રોક વિધી

Arohi

પ્રિયંકા ગાંધીને લાગે છે કે દેશમાં લોકશાહીનું કોઈ સ્થાન નથી

Mayur

ગર્ભાવસ્થા સમયે સ્ત્રીનું આટલી વાતોમાં રાખો ખાસ ધ્યાન

Arohi
Do NOT follow this link or you will be banned from the site!