વાવના ધારાસભ્ય ગેનીબહેન ઠાકોરે વધુ એક વખત બફાટ કર્યો છે. આ વખતે તેમણે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ વિરુદ્ધ ટિપ્પણી કરી છે. વાવના ઈશ્વરીયા ગામમાં બેઠક દરમ્યાન ગેનીબહેન ઠાકોરે કર્યુ કે રોડ રસ્તાના કામ નીતિન પટેલ કરતા નથી. કોંગ્રેસ ક્રેડિટ ન મેળવે તે માટે રોડ રસ્તાના કામ રોકી રાખે છે.
બનાસકાંઠા વાવના કોંગ્રેસ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર વિવાદાસ્પદ સ્પીચ આપવાને લઈ પહેલાંથી જાણીતા છે. ગેનીબેન ઠાકોરે ફરી એક વખત વિવાદાસ્પદ સ્પીચ આપી બીજેપીના નાયબ મુખ્યપ્રધાન નીતિનીભાઈ પટેલને અપશબ્દો કહયા છે. ગેનીબેન ઠાકોરે એક ગામમાં પોતાની સ્પીચ સમયે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા નીતિનભાઈ પટેલને ગાળો આપી હતી. ગેનીબેનની આ સ્પીચનો વીડિયો પણ વાયરલ થયો છે. જેમાં ગેનીબેન રોડ-રસ્તા મામલે ભાજપ પર પ્રહાર કરતા જોવા મળી રહ્યા છે.
નીતિન પાડો, ગેંડો, જે ઈચ્છે છે કોંગ્રેસને કોઈ ક્રેડિટ મળવી જ ન જોઈએ’.
ગેનીબેન સ્પીચમાં ભાજપ પર પ્રહાર કરતા કહે છે કે,, ‘રોડ રસ્તા માટેની તમે અરજી આપી, તમામ ક્રેડિટ ભાજપ લઈ જાય છે’. ગેની બેન આટલે જ અટક્યા ન હતા, તેમણે કહ્યું કે, ગાંધીનગરમાં બેઠો છે પેલો નીતિન પાડો, ગેંડો, જે ઈચ્છે છે કોંગ્રેસને કોઈ ક્રેડિટ મળવી જ ન જોઈએ’.
READ ALSO
- માદરે વતન / છેલ્લા એક મહિનામાં ગુજરાતના 355 જેટલા માછીમારોને પાકિસ્તાન જેલમાંથી મળી આઝાદી
- તારીખ 7-6-2023, જાણો બુધવારનું પંચાંગ
- ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ “હું હજી જીવું છું, મને પાણી આપો”, મૃતદેહોના ઢગલામાંથી અવાજ આવ્યો અને સૌ ચોંકી ગયા
- પાકિસ્તાન સરકારની સ્થિતિ કથળી, ખર્ચ ચલાવવા માટે ભાડે આપી ન્યુયોર્કની પોતાની હોટલ
- જુનાગઢ / બિપરજોય વાવાઝોડાના પગલે માંગરોળમાં દરીયા કિનારે લગાવાયું બે નંબરનું સિગ્નલ