GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

પક્ષપલટુ ધારાસભ્યોને પ્રજાએ જાહેરમાં મારવા જોઇએ, બનાસકાંઠાના ધારાસભ્યો ગુજરાતમાં જ રહેશે

કોંગ્રેસના પક્ષ પલટુ ધારાસભ્યો સામે વાવ ધારાસભ્ય ગેનીબેને આક્રોશ પ્રગટ કર્યો. ગેનીબેને પક્ષપલટુ ધારાસભ્યોને પ્રજાએ જાહેરમાં મારવા જોઇએ તેવી વાત કરી. આ સાથે આવા પક્ષ પલટુ ધારાસભ્યોને વોટ ન આપવો જોઈએ તેવી પણ વાત કરી હતી. આ સાથે ગેનીબેને બનાસકાંઠાના ધારાસભ્યો ગુજરાતમાં જ રહેશે ક્યાંય બહાર નહીં જાય તેવો દાવો કર્યો.

ત્રણ ધરાસભ્યોના રાજીનામા બાદ કોંગ્રેસ ડેમેજ કંટ્રોલમાં લાગી ગઈ છે. વધુ ધારાસભ્યોને તૂટતા રોકવા નવી રણનીતિ ઘડી છે. જે મુજબ ધારાસભ્યોને આ વખતે બીજા રાજ્યમાં નહી મોકલાય પરંતુ રાજ્યમાં જ અલગ અલગ ઝોન બનાવી રાખવામાં આવશે. જે પ્રમાણે સૌરાષ્ટ્રના ધારાસભ્યોની જવાબદારી પરેશ ધાનાણી અને અર્જુન મોઢવાડીયાને સોંપી છે. તો સૌરાષ્ટ્રના ધારાસભ્યોને રાજકોટમાં લાવવામાં આવશે. જ્યાં નિલસીટી રિસોર્ટ ખાતે ધારાસભ્યોને રાખવામાં આવશે. આ નિલસીટી રિસોર્ટ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુનો છે.

ધારાસભ્યોને તૂટતા બચાવવા કોંગ્રેસે આ દિગ્ગજોને જવાબદારી સોપી

રાજ્યસભા

ધારાસભ્યોના રાજીનામા બાદ હવે બાકી બચેલા ધારાસભ્યો ન તૂટે તે માટે કોંગ્રેસે કવાયત આદરી છે. ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા મારવાની ઉક્તિ અનુસાર કોંગ્રેસ હવે બાકી રહેલા ધારાસભ્યોને ઝોન મુજબ 3 અલગ અલગ ટીમ પાડી સાચવશે… જે અંતર્ગત મધ્ય અને દક્ષિણ ગુજરાતના ધારાસભ્યોને સાચવવાની જવાબદારી ભરતસિંહ સોલંકીના શિરે રહેશે. જ્યારે કે ઉત્તર ગુજરાતના ધારાસભ્યોને સિદ્ધાર્થ પટેલ અને જગદીશ ઠાકોર સાચવશે. ઉત્તર ગુજરાતના ધારાસભ્યોને પણ બે ભાગમાં વહેંચવામાં આવ્યા છે.

જે પૈકી એક ગ્રુપને પાલનપુર અને બીજા ગ્રુપને મહેસાણા આસપાસ રાખવામાં આવશે. બનાસકાંઠા અને પાટણ જિલ્લાના ધારાસભ્યોને પાલનપુર પાસે રાખવામાં આવશે. તો મહેસાણા અને અન્ય વિસ્તારના ધારાસભ્યોને મહેસાણા પાસે રાખવામાં આવશે. બીજી તરફ સૌરાષ્ટ્રના ધારાસભ્યોને સાચવવાની જવાબદારી અર્જુન મોઢવાડિયા અને પરેશ ધાનાણીના શિરે રહેશે. શનિવાર સાંજ સુધી કોંગ્રેસના તમામ ધારાસભ્યો ઝોન મુજબ સલામત સ્થળે પહોંચી જશે. જે અંતર્ગત બનાસકાંઠાના 6 તેમજ અન્ય 2 ધારાસભ્યોને પાલનપુર પહોંચવા સૂચના અપાઇ છે. તો અમદાવાદ અને સુરેન્દ્રનગરના ધારાસભ્યોને અમદાવાદ બોલાવવામાં આવ્યા છે.

15થી વધારે કોંગ્રેસના ધારાસભ્ય આણંદ નજીકના એક ફાર્મ હાઉસમાં ભેગા થયા

રાજ્યસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસમાં દોડધામ મચી છે. મધ્ય ગુજરાતના અંદાજે 15થી વધારે કોંગ્રેસના ધારાસભ્ય આણંદ નજીકના એક ફાર્મ હાઉસમાં ભેગા થયા છે. કોંગ્રેસના ઉમેદવાર ભરતસિંહ પણ ત્યાં હાજર હોવાની વાત સામે આવી છે. આણંદના ઉમેટા ખાતે આવેલ એરિસ રિવરસાઈડ નામના ફાર્મહાઉસ ખાતે મધ્ય ગુજરાતના ધારાસભ્યોને લાવવામાં આવ્યા છે.

READ ALSO

Related posts

424 કરોડના બેન્ક ફ્રોડ મામલે બુલંદ શહેરની કંપનીમાં CBIના દરોડા, મચ્યો હડકંપ

Bansari

મુંબઇ હુમલામાં સામેલ ખૂંખાર આતંકવાદીની હત્યા, ભારતમાં હુમલા માટે તૈયાર કરતો હતો આતંકીઓ

Bansari

મુંબઇગરાઓ છત્રી-રેઇનકોટ કાઢી રાખજો! આ વિસ્તારોમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!