GSTV

Geneva Motor Show 2018 : ફૉક્સવેગને લૉન્ચ કરી શાનદાર ઇલેક્ટ્રિક કૉન્સેપ્ટ સિડાન

Last Updated on March 7, 2018 by Bansari

જિનિવા મોટર શો 2018 દરમિયાન જર્મનીની દિગ્ગજ કાર નિર્માતા કંપની ફૉક્સવેગને આઇ.ડી. વિઝન કૉન્સેપ્ટ શોકેસ કરી છે જે એક હાઇટૅક સિડાન છે. કંપનીએ જીનિવા મોટર શો 2018માં આ કારને લૉન્ચ કરી છે અને તેને શાનદાર લુકમાં દુનિયા સમક્ષ શૉકેસ કરી છે. ફૉક્સવેગન ગ્રુપે આ કારને સેનેસર્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી સજ્જ કરી છે તથા આ ઑટોનોમસ કાર છે.

પાવર

Image result for geneva-2018-volkswagen-i-d-vizzion-autonomous-car-revealed

કારમાં બે ઇલેક્ટ્રિક મોટર્સની સાથે 111kWhની બેટરી લગાવવામાં આવી છે જે એક વખત ચાર્જ કરતા 665 કિલોમીટર સુધી ડ્રાઇવ કરી શકાય છે.

Image result for geneva-2018-volkswagen-i-d-vizzion-autonomous-car-revealed

ફૉક્સવેગન આઇ.ડી. વિઝન પ્રોડક્શન કાર જેવી જ લાગી રહી છે અને તેનાકેબિનમાં કન્વેન્શનલ તંટ્રોલ આપવામાં આવ્યું છે. તેમાં વૉઇસ કમાન્ડ દ્વારા કારને ડેસ્ટિનેશન સુધી લઇ જઇ શકાય છે. કારના હેડલેમ્પ આઇ.ડી. ક્રોસ જેવા દેખાય છે, સાથે જ મોટા આકારના ગ્રીન હાઉશ અને રૂફલાઇન તેને સ્લીક લુક આપે છે.

Image result for geneva-2018-volkswagen-i-d-vizzion-autonomous-car-revealed

આ ઉપરાંત કારને લેઝર્સ, રડાર સેન્સર્સ, કેમેરા અને આવા જ અનેક હાઇટેક ઉપકરણો સાથે સજ્જ કરવામાં આવી છે. કારમાં લગાવવામાં આવેલાન કોમ્પ્યુટર મોનિટર ક્લાઉડ દ્વારા ટ્રોફિકનો ડેટા કાઢીને સેન્સર પર પ્રદર્શિત કરે છે. આ સાથે જ ફૉક્સવેગને આ કારને અન્ય કાર સાથે કનેક્ટ કરવાનો કોન્સેપ્ટ આ કારમાં સામેલ કરવામાં આવ્યો છે.

Related posts

જાતિવાદી કીડાઓની શરમજનક કરતૂત: ભારતીય ટીમની હાર માટે જાતિને જવાબદાર ઠેરવી, વંદનાના પરિવારને ગંદી ગાળો પણ આપી

Pravin Makwana

કામની વાત/ATMમાંથી પૈસા ન નીકળે તો તમને બેંક દરરોજ ચૂકવશે આટલા રૂપિયા, જાણી લો આ અગત્યનો નિયમ

Bansari

15 વર્ષથી વધુ ઉમરથી વધુની પત્ની સાથે સબંધ બનાવવું દુષ્કર્મ નથી, હાઇકોર્ટનો મોટો ચુકાદો

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!