GSTV
Home » News » જનરલ બિપિન રાવતે કહ્યું, તો સેના નીરજ ચોપડા બની દેખાડશે…

જનરલ બિપિન રાવતે કહ્યું, તો સેના નીરજ ચોપડા બની દેખાડશે…

તાજેતરમાં એશિયન ગેમ્સમાં ભાલા ફેંકની સ્પર્ધામાં ગોલ્ડમેડલ જીતનારા નીરજ ચોપડાની પાકિસ્તાની ખેલાડી સાથે હસ્તધૂનન કરતી તસવીર ઘણી વાઈરલ થઈ હતી. આના સંદર્ભે ભારતીય સેનાધ્યક્ષ જનરલ બિપિન રાવતને સવાલ કરવામાં આવ્યો હતો કે શું ભારત અને પાકિસ્તાનની સરહદે આવું જોવા મળી શકે છે કે જેવું નીરજ ચોપડાએ પોતાના પાકિસ્તાની પ્રતિસ્પર્ધી સાથે કર્યું હતું ?

 આનો જવાબ આપતા જનરલ રાવતે કહ્યુ હતું કે પહેલ પાકિસ્તાન તરફથી થવી જોઈએ. પાકિસ્તાને આતંકવાદને રોકવાનો છે. જો પાકિસ્તાન આતંકવાદને રોકશે. તો ભારતીય સેના પણ નીરજ ચોપડા બનશે. મહત્વપૂર્ણ છે કે નીરજ ચોપડાએ કહ્યુ છે કે તેઓ રાષ્ટ્રગાનની ધુનમાં એટલા ખોવાઈ ગયા હતા કે તેમનું આની તરફ ધ્યાન જ ગયું નહીં.

નીરજ ચોપડાએ જકાર્તામાં એશિયન ગેમ્સ દરમિયાન 88.06 મીટર દૂર ભાલો ફેંકીને રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો હતો. આમા ચીનના લિયૂ કિઝેનને સિલ્વર અને પાકિસ્તાનના અરશદ નદીમને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત થયો હતો.

ભારત-પાકિસ્તાન અને ચીન વચ્ચેના અસ્થિર રાજકીય સંબંધોને કારણે નીરજ ચોપડાને મળેલા ગોલ્ડમેડલની ખાસી ચર્ચા થઈ હતી. નીરજ ચોપડાનો નદીમની સાથે હસ્તધૂનન કરતો ફોટોગ્રાફ સોશયલ મીડિયા પર વાઈરલ થયો હતો. આના સંદર્ભે ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાએ પણ ટ્વિટ કરીને લખ્યું હતું કે આ દર્શાવે છે કે રમત-ગમત દ્વારા તમે તમારા બાળકોને સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપી શકો છો.

Related posts

જામિયાનાં VC નઝમા અખ્તર બોલ્યા, વિદ્યાર્થીઓ સાથેની બર્બરતાથી દુ:ખી છુ

Mansi Patel

યુવકના પ્રાઈવેટ પાર્ટમાં એરપ્રેશર પાઈપ લગાવાતાં ફૂલી ગયું શરીર, સીસીટીવીમાં કેદ થઈ ઘટના

Karan

રાહુલ ગાંધીની મુશ્કેલી વધી, રેપ ઈન ઈન્ડિયા નિવેદન મુદ્દે સ્મૃતિ ઈરાનીએ નોંધાવી આ જગ્યાએ ફરિયાદ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!