GSTV

Mann Ki Baat: આજે ‘મન કી બાત’માં દેશને સંબોધન કરશે વડાપ્રધાન, કોરોના વેક્સીન અને ખેડૂત આંદોલનના મુદ્દા પર સૌની નજર

શનિવારે દેશના ત્રણ મહત્વના શહેરોનો પ્રવાસ કરીને વેક્સીન બનાવવાની સમીક્ષા કર્યા બાદ વડાપ્રધાન મોદી આજે મન કી બાત કાર્યક્રમમાં તેને લઈને સંબોધન કરશે. સંભાવના છે કે, કોરોના વેક્સીનને લઈને કોઈ મોટી જાહેરાત પણ થઈ શકે છે. પીએમ મોદી 11 કલાકે રેડિયો મન કી બાત કાર્યક્રમને સંબોધન કરશે. આ દરમિયાન મોદી કોરોના વેક્સીન, કિસાન આંદોલન જેવા મુદ્દા પર વાત કરી શકે છે. અહીં ઉલ્લેખનીય છે કે, મન કી બાત કાર્યક્રમની કડીમાં આ 71મો પ્રોગ્રામ હશે. આ અગાઉ 17 નવેમ્બરે પીએમ મોદીએ લોકો પાસે આ કાર્યક્રમ માટે સૂચનો પણ મગાવ્યા હતા.

પીએમ મોદીએ કર્યુ હતું ટ્વીટ


પીએમ મોદીએ ‘મન કી બાત’ દ્વારા દેશને સંબોધન કરતા પહેલા ટ્વીટમાં લખ્યુ હતું કે, મન કી બાત દ્વારા અમે ઉત્કૃષ્ઠ લોકોની સફળતાઓનો જશ્ન મનાવીએ છીએ. સામાજીક સારા માટે કામ કરી રહ્યા છે. પણ આવા ઉદાહરણને સૌ કોઈની સામે લાવવા માટે સમયના અભાવે શેર કરવામાં અસમર્થ રહીએ છીએ. હું ઘણા ઈનપુટથી વાચુ છુ અને વાસ્તવમાં તેનું મૂલ્યાંકન કરૂ છું. તેમણે કહ્યુ છે કે, મન કી બાત 29 તારીખે છે.

READ ALSO

Related posts

PM-CARES ફંડમાં પારદર્શકતા મામલે 100 પૂર્વ અધિકારીઓએ ઉઠાવ્યા સવાલ, વડાપ્રધાન મોદીને લખ્યો ઓપન લેટર

Ali Asgar Devjani

વેક્સિનની ભરપાઈ માટે મોદી સરકાર કરશે આ કામ, બજેટમાં આ લોકો માટે લાવી શકે છે વેક્સિન સેસ

Pravin Makwana

વેક્સિનેશન બાદ જો થશે આડઅસરો તો વળતર આપશે Bharat Biotech, કંપનીએ કરી આ મોટી જાહેરાત

Ali Asgar Devjani
Do NOT follow this link or you will be banned from the site!