GSTV
World

Cases
5345964
Active
7395056
Recoverd
578562
Death
INDIA

Cases
319840
Active
592032
Recoverd
24309
Death

ભુજ નગરપાલિકાની સામાન્ય સભા બની તોફાની, કોંગ્રેસની મહિલા નગરસેવકોએ લગાવ્યો ભ્રષ્ટાચારનો આરોપ

ભુજ નગરપાલિકાની આજે ટાઉનહોલમાં સામાન્ય સભા યોજાઈ હતી. જે ભારે વિવાદીત રહી હતી. વિપક્ષની રજૂઆતો ધ્યાને ન લેવાતા પ્રમુખની ગાડી અટકાવી કોંગ્રેસ દ્વારા ભારે વિવાદ કરવામાં આવ્યો હતો. સામાન્ય સભામાં આજે ડ્રેનેજ મુદ્દે શાખાના ચેરમેન દિલીપ હડિયાએ ચીફ ઑફિસર સામે વિવિધ આરોપ લગાવ્યા હતા અને તેમની વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા ઠપકા ઠરાવ રજૂ કર્યો હતો. કોંગ્રેસની મહિલા નગરસેવકોએ પ્રમુખને ઘેરીને તેમના હાથમાં રહેલો ઠપકા ઠરાવ આંચકી લીધો હતો.

હંગામા વચ્ચે પ્રમુખે સામાન્ય સભાને પૂર્ણ જાહેર કરી ચાલતી પકડતાં કોંગ્રેસી નગરસેવકોએ ભ્રષ્ટાચાર મુદ્દે રજૂઆત સાંભળવા તેમને ઘેર્યાં હતા. પાલિકા પ્રમુખની ગાડી આગળ તેઓ બેસી જતાં છેવટે ગાડીમાંથી નીચે ઉતરીને વિપક્ષી નગરસેવકોની રજૂઆત સાંભળવી પડી હતી. 14 લાખના ખર્ચે હાથ ધરાયેલી નાળા સફાઈ, 8 લાખના ખર્ચે દેશલસર તળાવમાં જળકુંભી વેલને દૂર કરવાના કોન્ટ્રાક્ટમાં ભારે ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ છે.

READ ALSO

Related posts

દરરોજ માત્ર 7 રૂપિયા બચાવી મેળવો 60 હજારનુ પેંશન, મોત બાદ પણ પરિવારને મળશે મદદ

Ankita Trada

માર્શલ આર્ટ સ્ટાર હનુમાનનો રોલ કરવા માગતા હતા, વિદ્યુતના આ શોમાં કર્યો ખુલાસો

Ankita Trada

નવાઝુદ્દીન સિદ્દિકીની પત્નીનો આરોપ, જ્યારે તે પ્રેગનન્ટ હતી ત્યારે નવાઝ….

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!