સુરત : વિપક્ષે શાસન અધિકારીને ભાજપનો ખેસ પહેરાવી દેતા સામાન્ય સભા તોફાની બની

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભા તોફાની બની છે. વિપક્ષે શાસન અધિકારીને ભાજપનો ખેસ પહેરાવી વિરોધ કર્યો હતો. જો કે આ ઘટના બન્યા બાદ ત્રણેય સભ્યોને સસ્પેન્ડ કરાયા છે. આ સમગ્ર ઘટનામાં શિક્ષણ સમિતિની 344 શાળાઓમાં અભ્યાસ કરતા દોઢ લાખ કરતા પણ વધુ વિદ્યાર્થીઓના હિત અને શિક્ષણ મામલે સમિતિના શાસકો મનમાની કરી રહ્યા હોવાનો વિપક્ષનો આક્ષેપ કરાયો છે.

ચાલુ વર્ષે ગણવેશ,શિષ્યવૃતિ અને આઈકાર્ડને લઇને વિપક્ષે આક્ષેપ કર્યો છેકે 8 મહિના બાદ પણ હજી સુધી 14 કરોડના ગણવેશ વિદ્યાર્થીઓને આપવામાં નથી આપવામા આવ્યા. આ સાથે વિપક્ષે આક્ષેપ કર્યા છે કે શાસનાધિકારી વિમલ દેસાઈ શાસકોનો હાથો બનીને કામ કરી રહ્યા છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter