GSTV
World

Cases
3153584
Active
2641297
Recoverd
372023
Death
INDIA

Cases
93322
Active
91819
Recoverd
5394
Death

બિપીન રાવત સીડીએસ બનતાં હવે આ બન્યા સેના પ્રમુખ, રાવતને મોદી સરકાર ફળી

સેનાપ્રમુખ જનરલ બિપિન રાવતને દેશના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ નિમણૂંક કરવામાં આવ્યા છે. સીડીએસનું પદ ફોર સ્ટાર જનરલના સમકક્ષ હશે. અને ત્રણેય સેનાના પ્રમુખોમાં સૌથી ઉપર હશે. રક્ષા મંત્રાલયે સેનાના નિયમ, 1954માં કાર્યકાળ અને સેવાના નિયમોમાં સુધારો કર્યો છે. જે અંતર્ગત ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ અથવા ત્રણેય સેનાના પ્રમુખ 65 વર્ષની ઉંમર સુધી સેવા આપી શકશે. જેમાં જણાવાયું છે કે જો સરકારને જરૂરી જણાય તો જનહિતમાં ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફની સેવાને વિસ્તાર આપી શકે છે.

વર્તમાન નિયમ મુજબ ત્રણેય સેવાના પ્રમુખ 62 વર્ષની ઉંમર સુધી અથવા ત્રણ વર્ષ સુધી સેવા આપી શકે છે. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય પ્રધાનમંડળે 24 ડિસેમ્બરે ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફના પદ અને તેના ચાર્ટર તથા ડ્યુટીઝને મંજૂરી આપી હતી. ખાસ વાત એ છે કે સીડીએસ પોતાનું પદ છોડ્યા બાદ કોઇ પણ સરકારી પદને ગ્રહણ કરવાને પાત્ર નહીં હોય.

જનરલ બિપિન રાવતનો કાર્યકાળ આજે પૂર્ણ

ભારતીય સેનાધ્યક્ષ પદેથી જનરલ બિપિન રાવતનો કાર્યકાળ આજે પૂર્ણ થયો છે. ત્યારે સેનાના પ્રમુખ પદે જનરલ મનોજ મુકુંદ નરવણે પોતાની જવાબદારી સંભાળશે. જ્યારે જનરલ બિપિન રાવત હવે દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જાહેર કરવામાં આવ્યા છે. જેનો પદભાર તેઓ નવા વર્ષથી એટલે કે આવતીકાલથી સંભાળશે. બિપિન રાવત 31 ડિસેમ્બર, 2016માં સેના પ્રમુખ બન્યા હતા.

View image on Twitter

ત્રણ વર્ષના કાર્યકાળમાં તેમની આગેવાનીમાં ભારતીય સેનાએ અનેક સફળ ઓપરેશન પાર પાડ્યા. આજે રિટાયર્ડ થતાં પહેલાં સૌપ્રથમ તેઓએ નેશનલ વોર મેમોરિયલ પર જઈને શ્રદ્ધાંજલિ આપી હતી જે બાદ સાઉથ બ્લોકમાં તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. મીડિયા સાથે વાત કરતા બિપિન રાવતે કહ્યું કે તેઓને આશા છે કે જનરલ મનોજ મુકુંદ દેશની સેનાને વધુ આગળ લઈ જશે.

આ ઉપરાંત તેઓએ તમામ જવાનોને નવા વર્ષની શુભેચ્છા પણ આપી. જનરલ રાવતે વધુમાં કહ્યું કે સેનાના તમામ જવાનોના સહયોગથી જ દેશની સેના આગળ વધે છે. બિપિન રાવત માત્ર એક નામ છે આ હોદ્દો ત્યારે વધે છે જ્યારે ચીફ ઓફ આર્મી સ્ટાફ બને છે. તમામ જવાનોના સાથે આવવાથી જ સફળતા મળે છે. બિપિન રાવતે વધુમાં કહ્યું કે જે નવા પ્રમુખ આવશે તેઓ પોતાની રીતે કાર્યવાહી કરશે. સાથે જ તેઓએ કહ્યું કે સેનાનું આધુનિકિકરણ કરવું તેમના માટે એક મોટું પગલું હતું.

જનરલ બિપિન રાવત

  • ૩૧ ડિસેમ્બર, ૨૦૧૬નાં રોજ આર્મી ચીફ બન્યાં
  • શિમલાની સેન્ટ એડવર્ડ સ્કૂલમાં અભ્યાસ કર્યો
  • નેશનલ ડિફેન્સ એકેડમી જાઈન કર્યુ
  • ડિસેમ્બર, ૧૯૭૮નાં રોજ ૧૧ ગોરખા રાયફલ્સની પાંચમી બટાલિયનમાં કમિશન   કરાયુ
  • ૩૮ વર્ષના કાર્યકાળમાં અનેક ગેલેન્ટરી એવૅંર્ડથી સન્માનિત

જનરલ મનોજ મુકુંદ નરવણે

  • લેફટનન્ટ જનરલ મનોજ મુકુંદ નરવણે નવા આર્મી ચીફ
  • જમ્મુ કાશ્મીરમાં રાષ્ટ્રીય રાયફલ્સ બટાલિય અને પૂર્વી મોચર્ે ઈન્ફેન્ટ્રી બ્રિ્ાગેડની કમાન સંભાળી ચુક્યા છે
  • શ્રીલંકામાં ઈિન્ડયન પીસ કીપિંગ ફોર્સમાં પણ સામેલ હતા
  • ત્રણ વર્ષ સુધી મ્યાંમારમાં રહ્યાં
  • લેફટનન્ટ જનરલ નરવણે રાષ્ટ્રીય રક્ષા એકેડમી અને ભારતીય સૈન્ય એકડેમીમાંથી પાસઆઉટ છે

Read Also

Related posts

મેડિકલ વર્કર વર્દી વિનાના સૈનિક, તેમની સાથે હિંસા અને દુર્વ્યવહાર ચલાવી નહી લેવાય: પીએમ મોદી

Bansari

કોરોનાનો ભરડો: જીવલેણ વાયરસથી અમેરિકામાં સંક્રમિતોની સંખ્યા 18 લાખને પાર, રાષ્ટ્રપતિ ટ્રમ્પમી ચિંતામાં થયો વધારો

pratik shah

વંદે ભારત મિશનનું ત્રીજુ ચરણઃ 700 જેટલા ભારતીયો કોલંબોથી રવાના

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!