GSTV
Home » News » તમારુ ખિસ્સુ થશે ખાલી, આ કારણે જાન્યુઆરીથી વીમા પ્રિમિયમના આપવા પડશે વધારે રૂપિયા

તમારુ ખિસ્સુ થશે ખાલી, આ કારણે જાન્યુઆરીથી વીમા પ્રિમિયમના આપવા પડશે વધારે રૂપિયા

એક જાન્યુઆરી, 2020થી તમામ પ્રકારના નૉન લાઇફ ઇન્શ્યોરન્સનું પ્રિમિયમ 10-15 ટકા વધી શકે છે. વીમા કંપનીઓ રીઇન્શ્યોરન્સમાં વધારવામાં આવેલી રાશિનો ભાર ગ્રાહકો પર નાંખવાની તૈયારી કરી રહી છે. તેમાં જૂની અને નવી બંને પોલીસી આવશે જેમાં વ્યક્તિગત કે સામૂહિક વીમો સામેલ છે.

ગ્રાહકોનું વધશે પ્રિમિયમ

સૂત્રોનું કહેવું છે કે કંપનીઓનું વીમા કવર સુરક્ષિત બનાવવા માટે કેટલીક રકમ ચુકવી પડે છે. આગામી વર્ષથી સમાન જોખમ સુરક્ષા માટે કંપનીઓને વધુ રકમ ચુકવવી પડશે. તેવામાં આ વધેલી રકમનો ભાર પ્રિમિયમ સ્વરૂપે ગ્રાહકો પર નાંખી દેવામાં આવે છે.

એક જાન્યુઆરીથી રીઇન્શ્યોરન્સના કરાર રિન્યુ કરવામાં આવશે, જે બાદ આ રકમ વધારી દેવામાં આવશે. આ ઉપરાંત આ બિઝનેસમાં જોખમ વધુ હોવીત કંપનીઓને નૉન લાઇફ ઇન્શ્યોરન્સ પોલીસીને રિઇન્શ્યોર્ડ કરાવી પડે છે. જનરલ ઇન્શ્યોરન્સ ક્ષેત્રની કંપનીઓનું કહેવું છે કે પ્રિમિયમ નક્કી કરવામાં ઘરેલૂ અને વૈશ્વિક બંને પરિબળોનો પ્રભાવ પડે છે, કારણ કે તેમને જોખમ સુરક્ષા ઉપલબ્ધ કરાવતી મોટાભાગની કંપનીઓ વૈશ્વિક હોય છે.

આના પર વધશે રકમ

સૂત્રોનું કહેવું છે કે વાહન વીમા ઉપરાંત લાયબલેટી ઇન્શ્યોરન્સ, ફાયર ઇનઅશ્યોરન્સ અને ગ્રુપ હેલ્થ ઇન્શ્યોરન્સના પ્રિમિયમમાં 15 ટકાનો ઉછાળો આવી શકે છે. જો કે અનેક કંપનીઓ પોતાના ગ્રાહકોને તેમાં છૂટ આપવાનું ચાલુ રાખી શકે છે. વીમા ધારક તરફથી મોટા ક્લેમ કરવામાં આવવાના કારણે ઘણીવાર કંપનીઓને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. આ જ કારણ છે કે જનરલ ઇન્શ્યોરન્સમાં કંપનીઓ વધુ રકમ ચાર્જ કરે છે. નૉન લાઇફ ઇન્શ્યોરન્સમાં હોમ, ઑટો, ટ્રાવેલ, હેલ્થ જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે.

Read Also

Related posts

CAA, NRC અને EVM વિરોધમાં બુધવારે ભારત બંધનું એલાન, ટ્વીટર પર હૈશટેગ વૉર

Pravin Makwana

રાજતિલક : ચાર સદી જૂનો છે રાજકોટના રાજવી પરિવારનો ભવ્ય ઈતિહાસ

Nilesh Jethva

એશિયા કપને લઈને ભારત- પાકિસ્તાન આમને સામને, BCCIએ લીધો આ નિર્ણય

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!