લોકસભા 2019 : મતદાર યાદીમાં તમારું નામ છે કે નહીં, આ રીતે કરો ચેક

ચુંટણી પંચએ 17મી લોકસભાની ચુંટણીની તારીખોની ઘોષણા કરી દીધી છે. ચુંટણી જંગ 11 એપ્રિલથી શરૂ થશે અને 19 મે સુધી ચાલશે. લોકસભા સહિત કોઈપણ ચુંટણીમાં સૌથી વધારે મહત્વ મતદાતાનું હોય છે. મતાદાતા ચુંટણીમાં મત આપી શકશે કે નહીં તે વાત મતદાર યાદી પરથી જાણી શકાય છે. જો કોઈ ભુલ કે ખામીના કારણે મતદાતાનું નામ મતદાર યાદીમાં ન હોય તો તે મત આપી શકતા નથી. 

લોકસભા ચુંટણીમાં આ વર્ષે 90 કરોડ મતદાતા મતદાન કરશે. જેમાંથી 1.6 કરોડ મતદારો 18 19 વર્ષની ઉંમરના છે. લોરસભાની ચુંટણીમાં મતદાન કરવા માટે તમારી પાસે આઈકાર્ડ હોવું જરૂરી છે. આ ઉપરાંત જરૂરી છે કે તમારું નામ મતદાર યાદીમાં હોય. તમારે જો ચેક કરવું હોય કે તમારું નામ મતદાર યાદીમાં છે કે નહીં તો તેની સરળ રીત આ છે.

સૌથી પહેલા રાષ્ટ્રીય મતદાતા સેવા પોર્ટલ એટલે કે NVSPની વેબસાઈટ પર જવું. તેમાં પહેલા તો મેન્યુઅલી વિગતો ભરી અને નામ ચેક કરી શકાય છે અથવા તો EPIC નંબર એડ કરી અને મતદાર યાદીમાં નામ છે કે નહીં તે ચેક કરી શકાય છે. તેના માટે કયા સ્ટેપ ફોલો કરવા પડશે તે પણ જાણી લો.

આ રીતે ચેક કરો મતદાર યાદીમાં તમારુ નામ

1. રાષ્ટ્રીય મતદાતા સેવા પોર્ટલ પર જવું.

2. મતદારએ Search by EPIC No વિકલ્પ પર ક્લિક કરવું.

3. EPIC નંબર એડ કરી અને રાજ્ય પસંદ કરવું. તેની નીચે દર્શાવેલા કોડ ઉમેરી સર્ચ કરવું. જો નામ મતદાર યાદીમાં હશે તો તેની જાણકારી જોવા મળશે.

જો તમારી પાસે EPIC નંબર ન હોય તો વેબસાઈટ પર જઈ અને Search by Details પર ક્લિક કરો. તેમાં જે જાણકારી માંગવામાં આવે તે ભરો અને સબમિટ કરો. જો તમારું નામ મતદાર યાદીમાં હશે તો તેની વિગતો સ્ક્રીન પર જોવા મળશે. 

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter