GSTV

આજે રજૂ થશે મોદી 2.0નું બજેટ, સીતારમણે બદલી છે 159 વર્ષ જૂની પરંપરા

કેન્દ્રમાં રહેલી મોદી સરકારના બીજા કાર્યકાળનું બીજું બજેટ 1 ફેબ્રુઆરી 2020ના રોજ રજુ થશે. આ વાતની સત્તાવાર જાહેરાત સંસદ કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ બુધવારે કરી છે. જેથી બજેટની જોરદાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. દેશની જનતાને આ બજેટમાં મોદી 2.0 પાસેથી ઘણી આશાઓ છે, ત્યારે આ બજેટમાં સરકારને સૌથી મોટો પડકાર દેશના આર્થિક તંત્રને પાટા પર લાવવાનો છે.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બીજા કાર્યકાળનું પ્રથમ બજેટ રજુ કરતા સમયે નાણા મંત્રી નિર્મલા સીતારમણે સુટકેશની પરંપરાને બદલી દીધી હતી. નાણા મંત્રીએ જ્યારે બજેટની કોપી લઈને નીકળી ત્યારે તેમના હાથમાં સુટકેશની જગ્યાએ લાલ રંગના કાપડમાં બજેટની કોપી વીંટેલી જોવા મળી હતી.

જ્યારે બજેટમાં 159 વર્ષની પરંપરા તોડવામાં આવી

હંમેશાથી બજેટની કોપીને સુટકેસમાં લઈ જવાની પરંપરા હતી, પરંતુ નાણા મંત્રી નિર્મલા સીતારમણે આ પરંપરાને બદલી નાખી હતી. તેઓ જ્યારે બજેટ રજુ કરવા પહોંચ્યા ત્યારે તેમના હાથમાં અશોક ચિહ્ન વાળું એક લાલ રંગનું કાપડ હતું. જેમાં બજેટની કોપીને વીંટવામાં આવી હતી.

આ પ્રથમ વખત બન્યું જ્યારે સુટકેસની જગ્યાએ બજેટના દસ્તાવેજ એક લાલ રંગના કપડામાં સંસદ ભવનમાં લાવવામાં આવ્યા હોય. સાથે જ બજેટ નહી પરંતુ બહીખાતુ કહેવામાં આવી રહ્યું હતું. તેથી જ હવે કહી શકાય છે કે, આ વખતે મોદી સરકાર સંસદમાં બજેટ નહી, પરંતુ બહીખાતુ રજુ કરશે.

આ પહેલા પણ મોદી સરકારે 92 વર્ષની પરંપરા બદલી હતી

મોદી સરકારે પોતાના પ્રથમ કાર્યકાળમાં તત્કાલિન નાણા પ્રધાન અરુણ જેટલીએ 92 વર્ષની પરંપરાન બદલી હતી, વર્ષ 2017 પહેલા રેલવે બજેટની જાહેરાત પણ નાણા મંત્રી સામાન્ય બજેટમાં જ કરવા લાગ્યા હતા. આ પહેલા રેલવે પ્રધાન સામાન્ય બજેટના એક દિવસ પહેલા જ રેલવે બજેટની જાહેરાત કરતા હતા, પરંતુ સામાન્ય બજેટમાં રેલવે બજેટને ભેગુ કરવાની સાથે જ જેટલીએ બજેટ જાહેર કરવાની તારીખને પણ બદલી નાખી હતી. હવે બજેટ લગભગ 1 મહિના પહેલા જાહેર થઈ જાય છે અને આર્થિક સર્વે પણ 31 જાન્યુઆરીથી શરૂ થઈ ગાય છે.

READ ALSO

Related posts

અંધશ્રદ્ધના રવાડે ચડેલા શખ્સે ભગવાની શિવની મૂર્તિ સામે પોતાની જ બલિ ચડાવી દીધી, એક જ ઝાટકે ડોકને કરી નાખી લોહીલૂહાણ

Pravin Makwana

અમદાવાદ : આશ્રમ રોડ પર આવેલા ઓસવાલ ફરસાણને સોલિડ વેસ્ટ ખાતાએ માર્યુ સીલ

Nilesh Jethva

પાકિસ્તાનમાં હેવાનિયત: 2 બહેનો પર 6 દિવસ સુધી આચર્યું દુષ્કર્મ, એક બે નહિ પંદર લોકોએ આચરી નિર્લજ્જતા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!