GSTV

PoKને ભારતનું અભિન્ન અંગ બનનાવા મુદ્દે આર્મી ચીફનું નિવેદન, કહ્યુ- સેના એક્શન માટે છે તૈયાર

કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્રસિંહે પીઓકે અંગે આપેલા નિવેદન બાદ સેના અધ્યક્ષ જનરલ બિપિન રાવતે પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યુ હતુ કે, અમારો આગામી એજન્ડા પીઓકેને ફરીવાર ભારતનું અભિન્ન અંગ બનાવવાનું છે.

અને આ મામલે સેના સરકારના આદેશ પ્રમાણે કામ કરશે.  સેના  હમેશા તમામ પડકારનો સામનો કરવા માટે પણ તૈયાર રહશે.  સેના અધ્યક્ષનું આ પ્રકારનું નિવેદન એવા સમયે આવ્યુ જ્યારે જિતેન્દ્રસિંહે જણાવ્યુ હતુ કે, જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ હટાવવાનો નિર્ણય મોદી સરકારના 100 દિવસોમાં સૌથી મોટી ઉપલબ્ધિ છે.

અને અમારો આગળનો એજન્ડા પીઓકેને ભારતનું અભિન્ન અંગ બનાવવાનો છે.  સિંહે કહ્યુકે, આ ફ્ક્ત મારી કે મારી પાર્ટીની પ્રતિબદ્ધતા નથી પરંતુ પીઓકે અંગે ૧૯૯૪માં પીવી નરસિંહ રાવની નેતૃત્વ વાળી તત્કાલીન કોંગ્રેસ સરકાર દ્વારા સર્વસમ્મતિથી પાસ કરવામાં આવેલો સંકલ્પ છે.

READ ALSO

Related posts

કોરોના સંક્રમણ અટકાવવા નવી ટેક્નિક, airport પર ભીડ વધતા જ વાગવા લાગશે અલાર્મ

Mansi Patel

ગુપકાર ગઠબંધનને પ્રથમ મોટો ઝાટકો, સજ્જાદ લોને આ આરોપ લગાવતા છોડ્યો સાથ

Ali Asgar Devjani

VIDEO/ માલિશ તો ઘણા પ્રકારના તમે જોયા હશે, પણ હાથી પાસે ક્યારેય માલિશ કરાવ્યું છે ખરૂ !

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!