GSTV

પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાનના વિશ્વાસુ નેતાએ આપ્યું રાજીનામુ, ભ્રષ્ટાચારનાં આરોપો નડ્યા

પાકિસ્તાન

Last Updated on October 12, 2020 by Ankita Trada

પાકિસ્તાનનાં વડાપ્રધાન ઇમરાન ખાનનાં વિશેષ સુચના અને પ્રસારણ સહાયક લેફ્ટનન્ટ જનરલ (સેવા નિવૃત) આસિમ બાજવાએ ભ્રષ્ટાચારનાં આરોપો વચ્ચે સોમવારે પોતાનાં હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે, પાકિસ્તાની સેનાનાં પુર્વ પ્રવક્તા બાજવાએ કહ્યું મે માનનિય વડા પ્રધાનને સુચના અને પ્રસારણનાં વિશેષ સહાયકનો વધારાનાં પ્રભારથી મુક્ત કરવાની વિનંતી કરી અને તેમણે મારો પ્રસ્તાવ સ્વિકારી લીધો છે.

પોતાનું રાજીનામુ સોંપી દીધું

જો કે તે ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર ઓથોરીટીનાં પ્રમુખ રહેશે, તે દક્ષિણ કમાન્ડનાં કમાન્ડર પણ રહી ચુક્યા છે, બાજવાએ ખાનને એક મહિનાથી પણ વધુ સમય પહેલા પોતાનું રાજીનામુ સોંપી દીધું હતું, ત્યારે ખાને બાજવાનું રાજીનામું સ્વિકાર્યું ન હતું અને તેમને પોતાના હોદ્દા પર રહેવાનું કહ્યું હતું.

લેફ્ટનન્ટ જનરલની જેમ કરવાનું શરૂ કર્યું

એક ન્યુઝ વેબસાઇટ પર આસિમ બાજવા પર ભ્રષ્ટાચારનાં આરોપો લગાવવામાં આવ્યા હતાં, વિદેશોમાં તેમણે પત્ની, પુત્રો અને ભાઇઓનો બિઝનેશ સ્થાપિત કરવા માટે તેમણે પોતાના હોદ્દાનો દુરપયોગ કર્યો હતો, વેબસાઇટમાં કહ્યું છે કે બાજવાનાં નાના ભાઇઓએ 2002માં પહેલું પાપાઝ પિત્ઝા રેસ્ટોરન્ટ ખોલ્યું હતું, તે જ વર્ષે બાજવાએ જનરલ પરવેઝ મુશર્રફનાં કાર્યકાળમાં લેફ્ટનન્ટ જનરલની જેમ કરવાનું શરૂ કર્યું હતું.

બિઝનેસ સામ્રાજ્ય ઉભું કર્યું

તેમણે દાવો કર્યો છે કે પિત્ઝા રેસ્ટોરન્ટ ફ્રેન્ચાઇઝીના માટે ડિલિવરી ડ્રાઇવર તરીકે કામ શરૂ કરનારા તેમનાં ભાઇ નદીમ બાજવા તથા ત્રણ અન્ય ભાઇઓ, પત્ની ફાર્રુખ ઝેબા અને ત્રણ પુત્રોએ એક મોટું બિઝનેસ સામ્રાજ્ય ઉભું કર્યું છે, 4 દેશોમાં તેમની 99 કંપનીઓ છે. તેમાં 3.99 કરોડ ડોલરની 133 રેસ્ટોરન્ટની પિત્ઝા ફ્રેન્ચાઇઝી પણ છે.

READ ALSO

Related posts

જાતિવાદી કીડાઓની શરમજનક કરતૂત: ભારતીય ટીમની હાર માટે જાતિને જવાબદાર ઠેરવી, વંદનાના પરિવારને ગંદી ગાળો પણ આપી

Pravin Makwana

કામની વાત/ATMમાંથી પૈસા ન નીકળે તો તમને બેંક દરરોજ ચૂકવશે આટલા રૂપિયા, જાણી લો આ અગત્યનો નિયમ

Bansari

15 વર્ષથી વધુ ઉમરથી વધુની પત્ની સાથે સબંધ બનાવવું દુષ્કર્મ નથી, હાઇકોર્ટનો મોટો ચુકાદો

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!