GSTV

જેમ્સ અને જ્વેલરી ઈન્ડસ્ટ્રીએ નાણાંમંત્રી સામે કરી આ માંગણી, જો માંગ સ્વીકારાશે તો સસ્તું થશે સોનું

જેમ્સ

જેમ્સ એન્ડ જ્વેલરી ઈન્ડસ્ટ્રીએ નાણાંમંત્રી નિર્મલા સીતારમણને બજેટમાં સોના પર કસ્ટમ ડ્યૂટી ઘટાડવાની માંગ કરી છે. આ ઉપરાંત ટેક્સ કનેક્શન એટ સોર્સ એટલે TCSને પાછા લેવા અને પોલિશ્ડ ઘાતુઓ પર ઈંપોર્ટ ડ્યૂટી ઘટાડવાની માંગ કરી છે. અખિલ ભારતીય રત્ન એવમ્ આભૂષણ ઘરેલુ રત્ન એવમ્ આભૂષણ પરિષદના અધ્યક્ષ આશિષ પેઠેએ કહ્યું કે, અમે સરકાર પાસે સોના માટે સીમા શૂલ્કના હાજર 12.5 % ઘટાડી 4 % કરવાનો આગ્રહ કર્યો છે. જો કરનો દર આ સ્તર પર ન રાખવામાં આવે તો આ તસ્કરીને પ્રોત્સાહન આપવાનું અને લોકોને સંગઠિત વ્યાપાર માટે પ્રોત્સાહિત કરશે. એવામાં સરકાર જો તેમની વાત માને તો તેના કારણે કિંમત પણ ઘટવાની સંભાવના છે.

તેમણે આગળ સરકારને HCN-71 હેઠળ આવનાર વસ્તુઓ સ્ટોર ટેક્સની જોગવી બહાર રાખવાનો આગ્રહ કર્યો. તેમનું કહેવું છે કે, TCSમાં અવરોધક રકમ આવકવેરો ભરવાની ક્ષમતા કરતા 6.67 ગણી વધારે છે. પેઠેએ કહ્યું કે, રત્નો અને આભૂષણ ઉદ્યોગ માટે લોન પર સમાન માસિક હપ્તાની સુવિધા આપવી જોઈએ અને રોકડ ખરીદી પર મર્યાદા હાલના 10,000 રૂપિયાથી વધારી 1 લાખ કરવી જોઈએ.

રત્નો અને આભૂષણ નિર્યાત સંવર્ધન પરિષદના અધ્યક્ષ કોલિન શાહે સરકારને આગ્રહ કર્યો કે તે કિમતી અને અર્ધ કિમતી રત્નો પર આવક શુલ્ક ઘટાડી 2.5 % કરે. જે હાલના સમયમાં 7.5 % છે. પોતાની બજેટ અરજીઓમાં GJSPએ સિંથેટિક રૂપે તૈયાર કરેલ અને પોલિશ કરેલા રત્નો પર આવક શુલ્કને 5% વધારીને 25%  કરવાનો સુજાવ આપ્યો છે.

READ ALSO

Related posts

અમદાવાદ/ નાની બસોનું ટેન્ડર પુરૂ થતાં સર્વિસ બંધ કરી દીધી, નિ:શુલ્ક બસ સેવાનો લાભ હવે નહીં મળે

Pravin Makwana

સુરત/ વોચમેનને માર મારી લૂંટારાઓ દાનપેટીમાંથી રોકડ અને ઘરેણાં ઉઠાવી ગયા, સીસીટીવીમાં દ્રશ્યો થયાં કેદ

Pravin Makwana

અમદાવાદમાં મેટ્રોની કામગીરીને કારણે આ રસ્તો દોઢ વર્ષ માટે રહેશે બંધ, વાહનચાલકો મુંઝાયા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!