GSTV
Home » News » કોંગ્રેસના સીએમે પાર્ટી લાઈન ઓળંગીને પણ ભાજપને આપ્યો ઝટકો, હવે કોંગ્રેસ પણ અટવાઈ

કોંગ્રેસના સીએમે પાર્ટી લાઈન ઓળંગીને પણ ભાજપને આપ્યો ઝટકો, હવે કોંગ્રેસ પણ અટવાઈ

સોનિયા અને રાહુલ ગાંધીને કદાચ ઝાટકો લાગશે. મોદી સરકારના કાયદા વિરુદ્ધ કોંગ્રેસ દેશભરમાં વિપક્ષો સાથે મળીને ભાજપ સામે માછલાં ધોઈ રહી છે ત્યાં રાજસ્થાનમાં અશોક ગહેલોત સરકારે એવો નિર્ણય લીધો છે. જે પાર્ટીની ગાઈડલાઈનની વિરુદ્ધમાં છે. કોંગ્રેસ સહિત મોટા ભાગના વિપક્ષો CAAના વિરોધમાં આંદોલન કરી રહ્યા છે ત્યારે રાજસ્થાનની કોંગ્રેસ રાજ્ય સરકારે પાકિસ્તાનથી આવેલા હિન્દુ શરણાર્થીઓને અર્ધી કિંમતે જમીન આપવાની જાહેરાત કરી હતી. જોકે, આ મામલે કોંગ્રેસના સીએમે ભાજપના એક પ્લાનને પણ નિષ્ફળ બનાવી દીધો છે.

એનો એક અર્થ એ પણ થયો કે CAAના વિરોધના મુદ્દે કોંગ્રેસમાં પણ આંતરિક મતભેદો પ્રવર્તે છે. કોંગ્રેસ મોવ઼ડી મંડળના રાહુલ ગાંધી પ્રિયંકા ગાંઘી અને ખુદ સોનિયા પણ નાગરિકતા અંગેના આ નવા કાયદાનો જાહેરમાં વિરોધ કરી ચૂક્યા છે. બીજી બાજુ કોંગ્રેસનું શાસન ધરાવતા રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતની જાહેરાતે કોંગ્રેસીઓને પણ ચોંકાવી દીધા છે.

ગેહલોત માત્ર જાહેરાત કરીને અટક્યા નહોતા. તેમણે પાકિસ્તાનથી અહીં આવેલા 100 હિન્દુ પરિવારોને અર્ધી કિંમતે જમીન આપતા દસ્તાવેજો સુપરત કર્યા હતા.

જયપુર ડેવલપમેન્ટ ઓથોરિટીએ આ 100 પરિવારોને જમીનની માલિકી આપતા દસ્તાવેજો તૈયાર કર્યા હતા જે રાજ્ય સરકારે હિન્દુ પરિવારોને આપ્યા હતા. જોકે, પાકિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલા હિન્દુ શરણાર્થીઓના મુદ્દે કોંગ્રેસને ખલનાયક ચિતરવાના ભાજપના પ્લાનને ફટકો મારવા અશોક ગેહલોતે આ યોજના અમલમાં મૂકી હોવાનું રાજકીય પંડિતો માને છે.

Related posts

પૂણેમાં MNSનાં કાર્યકર્તાઓનાં આ વિવાદાસ્પદ અભિયાનના પડ્યા ઘેરા પ્રત્યાઘાત,પોલીસ પણ આપી રહી છે સાથ

Mansi Patel

ડોનાલ્ડ ટ્રમ્પની કારની જેમ તેમનું હેલીકોપ્ટર પણ છે એક અજાયબી, આવી છે ખાસીયતો

Nilesh Jethva

1992થી હંગામી ટેન્ટમાં બિરાજમાન રામલલ્લા મંદિર ન પૂર્ણ થાય ત્યાં સુધી હવે અહીં બેસશે, લેવાયા મોટા નિર્ણયો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!