GSTV
ANDAR NI VAT Videos

ગેહલોતે જગદીપ ધનખડને મમતા પર જાદુ ચલાવનારા જાદુગર ગણાવ્યા

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે જગદીપ ધનખડને મમતા બેનરજી પર જાદુ કરનારા જાદુગર ગણાવ્યા હતા. રાજસ્થાન વિધાનસભામાં ઉપરાષ્ટ્રપતિના માનમાં અભિનંદન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી અશોક ગેહલોત અને નવનિયુક્ત ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ વચ્ચે ખૂબ હસી-મજાક થઈ હતી.

ધનખડ

અશોક ગેહલોતે તેમના ભાષણમાં કહ્યું કે, ત્રણ વર્ષનો તમારો કાર્યકાળ દેશભરમાં ચર્ચાનો વિષય રહ્યો. તમે ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બન્યા પછી મમતા બેનરજી પર એવો તે કેવો જાદુ ચલાવ્યો કે તેઓ મતદાનથી જ દૂર રહ્યાં. કૃપા કરીને અમને રહસ્ય જણાવો. હું તો જાદુગર છું, પણ મમતા જેવી સખ્ત મહિલા પર તમે શું જાદુ કર્યો?

જગદીપ ધનખડે જવાબમાં કહ્યું હતું કે વર્ષો પહેલા રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે હું આવ્યો હતો. ત્યારે રાજેન્દ્ર રાઠોર ચુરુથી ઉમેદવાર હતા. મેં તેમના માટે પ્રચાર કરેલો. જાદુગરનો જાદુ ઠીક છે, પણ મેં એવો જાદુ કર્યો કે તેઓ આજ સુધી હાર્યા નથી.

Also Read

Related posts

કોલકત્તા હાઈકોર્ટે મમતા બેનરજીની દ્વારે રાશન યોજનાને ગેરકાયદે ઠરાવી

Hardik Hingu

રાજસ્થાનના પોલિટિકલ ડ્રામાને કારણે કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી મીડિયામાં ચર્ચાવા લાગી

Hemal Vegda

દિગ્વિજયસિંહ કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી લડશે, ટૂંક સમયમાં ભરશે ફોર્મ

HARSHAD PATEL
GSTV