GSTV

પીડિતાએ સંભળાવી દર્દભરી દાસ્તાન! કહ્યું: પહેલા ધમકી આપીને સંબંધ બાંધવા મજબૂર કરી અને ગહેના વસિષ્ઠ શૂટિંગ કરતી રહી

Last Updated on July 29, 2021 by Pritesh Mehta

પોર્નોગ્રાફી કેસમાં આરોપી એક્ટ્રેસ-મોડલ ગહેના વશિષ્ટ અને રોવા ખાનની મુશ્કેલીઓ વધી ગઈ છે. બંને રાજ કુન્દ્રા સાથે જ અશ્લીલ ફિલ્મો  છે. પોલીસના અંગત સૂત્રોએ જણાવ્યું છે કે જેમણે આરોપો લગાવ્યા છે તેમને અશ્લીલ વિડીયો શૂટ કરાવવા માટે મજબૂર કરવામાં આવતા હતા. બંને યુવતીઓએ મડ આઇલેન્ડના એક જ બંગલામાં વિડીયો શૂટ કરાવ્યું હોવાનો દાવો કર્યો છે.

ગહેના

પીડિતાઓએ કહી સંભળાવી આપવીતી

આ સમગ્ર કેસમાં બંને પીડિતાઓએ પોતાની સમગ્ર આપવીતી કહી સંભળાવી છે. અહેવાલ અનુસાર એક પીડિતાએ એક તરફ રોવા ખાન પર ધમકાવવાનો અને દબાણમાં શૂટિંગ કરાવ્યાનો આરોપ લગાવ્યો છે તો બીજી તરફ ગહેના વશિષ્ટ પર ગંભીર આરોપો પણ લગાવ્યા છે. સાથે જ દાવો કર્યો છે કે તેની સાથે ડરાવી ધમકાવીને શારીરિક સંબંધો બાંધવાનો આરોપ લગાવવાનો આરોપ લાગ્યો છે.

નરેશે કરાવી હતી ગહેના સાથે પીડિતાની મુલાકાત

બીજી પીડિતાની ઉંમર 20 વર્ષ છે. તે 2016માં હિન્દી અને મરાઠી સિરિયલોમાં કામ કરી ચુકી છે. આ દરમ્યાન તેની અજિત નામના એક યુવક સાથે મુલાકાત થઇ હતી. અજિત જ હતો જેને 10 જાન્યુઆરી 2021ના રોજ પીડિતાને કાસ્ટિંગ ડાયરેક્ટર નરેશ અને મિતુલ સાથે મુલાકાત કરાવી હતી. એક કોન્ફરન્સ કોલ દરમ્યાન નરેશે પીડિતાને એક વેબસીરીઝ ઓફર કરી હતી જે એક રાણીની વાર્તા પર આધારિત હતી. તેમણે જણાવ્યું કે

પીડિતાએ જણાવ્યું કે સિરીઝનું શૂટિંગ મડ આઇલેન્ડમાં થઇ રહી છે. સાથે જ કહ્યું કે રોલ માટે 10 હજાર રૂપિયા આપવામાં આવશે. પીડિતાએ પોતાના નિવેદનમાં ખુલાસો કર્યો કે, નરેશે મને મલાડ સ્ટેશન પાસે મળવા માટે કહ્યું. ત્યારબાદ તેણે મને માલવાની વિસ્તારમાં ગ્રીન પાર્ક બંગલામાં લઇ ગયા. જ્યાં, નરેશે તેને જણાવ્યું કે વેબસીરીઝની પ્રોડ્યુસર ગહેના વશિષ્ટ હતી. માતા મેકઅપ કરનારનું નામ ઉમેશ હતું. થોડી વાર બાદ ગેહના મારા કપડાં લઈને આવી અને તે કપડાં પહેરીને હું બંગલાના બગીચામાં શૂટિંગ કરવા નીકળી પડી. અહીં જ ગહેનાએ મને મારા રોલ વિષે જણાવ્યું અને કહ્યું કે આ વેબસીરીઝ એક રાજા તેની રાની અને ત્રણ ઠીંગણા લોકોની વાર્તા છે.

ગહેનાએ બળજબરીથી કરાવ્યું શૂટિંગ

પીડિતાનો આરોપ છે કે ગહેનાએ બાદમાં તેને નવા કપડાં પહેરાવ્યા. જયારે તેણે આગળ સહકાર આપવાની ના પડી અને જવાની વાત કરી ગહેનાએ તેને ધમકી આપી. પીડિતા જણાવે છે કે, ‘તેણે સિરીઝ બનાવવા માટે 10 લાખનો ખર્ચો કર્યો છે અને જો હું નીકળી ગઈ તો મારે તેને 10 લાખનું વળતર આપવું પડશે. મેં તેને કહ્યું મારી પાસે પૈસા નથી.’ ત્યાર બાદ આકાશ નામનો યુવક રૂમમાં દાખલ થયો અને તેની સાથે શારીરિક સંબંધ બનાવવા લાગ્યો.  પીડીતાએ આગળ જણાવ્યું કે, ‘એક વાર જયારે શૂટિંગ પૂરું થઇ ગયું તો મેં ગહેનાને મને જવા દેવા વિનંતી કરી અને બાદમાં તેણે મને ધમકી આપી અને ચેતવણી આપી કે હું આ શૂટ અંગે કોઈની સાથે વાત નહીં કરું અને ન તો પોલીસની પાસે જાઉં. નહીતો તેના ગંભીર પરિણામો આવશે’

જણાવી દઈએ કે, પોલીસ સૂત્રોએ સુરક્ષાના કારણોથી બંને પીડિતાઓન નામ છુપાવ્યા છે. આ નવેદનોમાં આરોપો લગાવવામાં આવ્યા છે કે ગહેના વશિષ્ટ અને રોવા ખાનએ પીડિતોને અશ્લીલ કન્ટેન્ટ બનાવવામાં ભાગ લેવા માટે મજબૂર કર્યા હતા.ગહેનાને હાલ અપરાધ શાખાના અધિકારીઓ સામે રજુ કરવામાં આવનાર છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

શરમજનક / વેબ સિરીઝ ‘આશ્રમ 3’ની શૂટિંગ દરમિયાન બજરંદ દળનો હોબાળો, વાહનોમાં કરવામાં આવી તોડફોડ

Zainul Ansari

ઘઉંની આ બે નવી જાત છે શાનદાર, ઓછા પાણીમાં પણ થાય છે બંપર ઉત્પાદન: ગુજરાત સહિતના આ રાજ્યોમાં થશે ખેતી

Zainul Ansari

ચોંકાવનારુ: ગુનાઈત પ્રવૃતિઓ માટે કુખ્યાત પ.બંગાળના માલદા જિલ્લામાં ટીએમસી નેતાના ઘરમાં બોમ્બ બ્લાસ્ટ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!