GSTV

ભારતની મહિલા પહેલવાન ગીતા ફોગટે શરૂ કરી તૈયારી, આ ગેમથી કરવા માગે છે પુનરાગમન

Last Updated on July 22, 2020 by Ankita Trada

દિલ્હી કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી ભારતની મહિલા પહેલવાન ગીતા ફોગટે પોતાના પુનરાગમન અંગે આશા વ્યક્ત કરી છે. તે આવતા વર્ષે જાપાનના ટોક્યો ખાતે યોજાનારા ઓલિમ્પિકસ સાથે પરત ફરવા માગે છે. ગીતાએ ટેબલ ટેનિસ ખેલાડી મુક્તિ દાણી સાથે ઓનલાઇન ચેટ શોમાં આ વાત કરી હતી.

તૈયારી કરવાનો સમય મળી ગયો

દંગલ ગર્લ તરીકે ખ્યાતનામ ગીતા ફોગટે કહ્યું હતું કે કોરોના વાયરસને કારણે ટોક્યો ગેમ્સ એક વર્ષ માટે પાછળ ઠેલાતા તેને તૈયારી કરવાનો સમય મળી ગયો છે. કોરોના વાયરસને કારણે ટોક્યો ગેમ્સ જુલાઈ 2020ને બદલે હવે જુલાઈ 2021માં યોજાનારી છે.
2010માં દિલ્હી ખાતે યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં ગીતા ફોગટે 55 કિલોગ્રામ વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતની આ ટોચની મહિલા પહેલવાને જણાવ્યું હતું કે ઓલિમ્પિક્સ મુલતવી રહેતા આવતા વર્ષે તેમાં ભાગ લેવાની મારી આશા વધી ગઈ છે. આમ થતાં હવે મને આ વર્ષે યોજાનારા ટ્રાયલ્સ અને ક્વોલિફિકેશન ઇવેન્ટ માટે સમય મળી રહેશે.

મારી પ્રાથમિકતા મારી જાતને ફિટ રાખવાની છે

તેણે ઉમેર્યું હતું કે પ્રેગનન્સીને કારણે મારું વજન થોડું વધી ગયું હતું. આમ મારી પ્રાથમિકતા મારી જાતને ફિટ રાખવાની છે. ત્યાર બાદ જે ક્વોલિફિકેશન ઇવેન્ટ યોજાશે તેમાં હું ભાગ લઈશ અને ઓલિમ્પિક્સ માટે ક્વોલિફાઈ થવાનો પ્રયાસ કરીશ.

READ ALSO

Related posts

જબરું ભાઈ! બે બૈરાં વચ્ચે ધણી નહીં પરંતુ સાસુ ખાટલો નાંખીને ઊંઘતી, પતિને મેળવવા પત્નીઓ પહોંચી પોલીસ સ્ટેશન

Harshad Patel

સાવધાન / શરીર માટે નુકશાનકારક છે વધુ પડતુ દૂધનું સેવન, આ પ્રકારની સમસ્યાઓનો કરવો પડી શકે છે સામનો

Zainul Ansari

પર્દાફાશ/ 6 હજાર રૂપિયાની છેતરપિંડીની હતી તપાસ : પોલીસે કાર્યવાહી કરી તો 50 કરોડનું નીકળ્યું કૌભાંડ, 28 હજાર લોકો હતા છેતરાયા

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!