GSTV

કંગના રનૌતના સપોર્ટમાં ઉતરી આ મહિલા પહેલવાનો, શિયાળ સાથે કરી શિવસેનાની સરખામણી

કંગના

Last Updated on September 10, 2020 by Bansari

બોલિવૂડ એક્ટર સુશાંતસિંહ રાજપૂતે આત્મ હત્યા કરી કે તેની હત્યા કરાઈ છે તે મામલો 14મી જૂનથી ચાલ્યો આવે છે. અત્યાર સુધી તેમાં દરરોજ નવા વળાંક આવતા હતા પરંતુ હવે તો આ આખો મામલો જ આડે પાટે ચડી ગયો છે. સુશાંત ડ્રગ્સ લેતો હતો અને બોલિવૂડમાં ઘણા કલાકારો ડ્રગ્સ લે છે તેવા આરોપો બાદ મામલો હવે જાણે ડ્રગ્સની તપાસનો થઈ ગયો હોય તેમ લાગે છે. આ દરમિયાન આખાબોલી કંગના રનૌત પણ દરરોજ કોઈને કોઈ હસ્તી સામે આક્ષેપો કરતી રહી હતી જેને કારણે તે અને શિવસેના સામસામે આવી ગયા હતા.

બીએમસીએ કંગનાની ઓફિસ પર ચલાવ્યુ બુલ્ડોઝર

બુધવારે તો મુંબઈ કોર્પોરેશને (બીએમસી) કંગનાની ઓફિસનું બાંધકામ ગેરકાયદે છે તેમ કહીને તોડી નાખ્યું હતું. બાદમાં કંગનાએ હાઇકોર્ટમાંથી સ્ટે લાવીને આ કાર્યવાહી અટકાવી હતી. કંગનાએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સામે નિશાન સાધીને કહ્યું હતું કે આજે મારું ઘર તૂટ્યું છે કાલે તમારો ઘમંડ તૂટશે.

હવે કંગનાના સપોર્ટમાં ઘણી બધી ભારતીય મહિલા પહેલવાનો ઉતરી પડી છે. કોમનવેલ્થ ગેમ્સની ગોલ્ડ મેડલ વિજેતા ગીતા અને બબીતા ફોગટ, એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીતનારી સૌપ્રથમ ભારતીય મહિલા પહેલવાન વિનેશ ફોગટ અને કોમનવેલ્થ ગેમ્સની બ્રોન્ઝ મેડલ વિજેતા પૂજા ઢાંડાએ આ મામલે કંગનાને સપોર્ટ કર્યો છે.

બબીતા ફોગટ તો હવે ભાજપ સાથે જોડાઈ ગઈ છે અને તેણે શિવસેનાની સરખામણી ગીધ સાથે કરી છે. તેણે ઘણી બધી ટ્વિટ કરી છે. પહેલી ટ્વિટમાં તેણે લખ્યું છે કે શિયાળનું મોત આવે ત્યારે તે શહેર તરફ જાય છે. આવી જ હાલત શિવસેનાની છે કેમ કંગના રનૌત બહેન ગભરાવાની નથી. હવે તો આખો દેશ તેની સાથે છે. ઓફિસ તો ફરીથી બની જશે પરંતુ શિવસેનાની હેસિયતની સૌને ખબર પડી ગઈ છે.

તેણે એમ પણ લખ્યું છે કે બોલિવૂડની મીણબત્તી ગેંગ ક્યાં ચાલી ગઈ છે, હવે કોઈ એવોર્ડ વાપસી નહીં થાય.

ગીતા ફોગટે લખ્યું હતું કે શિવસેનાની સરકારમાં જેની લાઠી તેની ભેંસ જેવી હાલત છે. જોકે તેઓ ઓફિસ તોડી શકે છે કંગનાની હિંમત તોડી શકશે નહીં.

Read Also

Related posts

વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર: માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલના સમયમાં ફેરફાર કરાયો, અગાઉના સમય મુજબ થશે શિક્ષણ કાર્ય

Pravin Makwana

મની લોન્ડરિંગ/ દેશમાં પાનમસાલા ગ્રૂપ પર દરોડા : ૪૦૦ કરોડથી વધુની બેનામી સંપત્તિ પકડાઈ, આટલા કિલો તો સોનું મળ્યું

Harshad Patel

રહસ્ય/ ઈબોલા, રેબીજ, સાર્સ જેવા અનેક પ્રકારના વાયરસનું ઘર છતાં આ પ્રાણી પાસે છે સુપર ઈમ્યુનિટી, વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયા

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!