ડ્રાઈવર હંમેશા કાર ચલાવતા સમયે વાંરવાર ખોટીરીતે ગિયર શિફટીંગ કરે છે. એવું કરવાથી કારની એવરેજ ઓછી થઈ જાય છે. જેથી તમારી કાર 1 લીટર પેટ્રોલમાં વધુમાં વધુ 10થી 15 કિલોમીટરની એવરેજ આપી શકે છે. જો તમારી સાથે પણ આવુ થાય છે. તો આજે અમે તમને ગિયરશિફટ કરવાની સાચી રીતો વિશે જણાવીશું. જેથી તમે વઘુને વધુ માઈલેજ પ્રાપ્ત કરી શકો છો.

ક્લચને સંપુર્ણપણે પ્રેસ કરો
કાર ચલાવતા સમયે ચાલક ક્લચને સંપુર્ણ પ્રેસ કર્યા વગર જ ગિયર શિફટ કરે છે જેથી ગિયર યોગ્યરીતે શિફટ નથી થતી અને એન્જીન પર પણ તેનું દબાણ થાય છે. જયારે પણ તમે ગિયર શિફટ કરો તે પહેલા ક્લચને સંપુર્ણપણે પ્રેસ કરો. એવુ કરવાથી ગિયર આસાનીથી શિફટ થઈ જશે. અને તેનાથી માઈલેજ પણ ઓછી નહિ થાય.
ક્વિક ગિયર શિફ્ટિંગથી બચો
લોકો ઘણીવાર બિનજરૂરી સ્પીડ લાવવા ગિયર બદલી દે છે. તેનાથી એન્જીન પર દબાણ આવે છે અને વધારે ફ્યૂલ કન્ઝયૂમ કરે છે. ગિયરને ફકત ત્યારે જ બદલો જયારે કાર એક જરૂરી સ્પીડ સુઘી પહોંચી જાય.

લો-સ્પીડમાં ન કરો ગિયર ચેંજ
જો તમે લો સ્પીડમાં ગિયર શિફટ કરશો તો તેનાથી કાર અચાનક બંધ થઈ જાય છે. વારંવાર એવું કરવાથી કાર વધારે પેટ્રોલ ખર્ચ કરે છે. તે સાથે જ એન્જીન પર પણ દબાણ પડવા લાગે છે. એવુ કરવાથી હંમેશા તમારે બચવુ જોઈએ.
ગિયરને વારંવાર અપ એન્ડ ડાઉન ન કરો
કાર ચલાવતા સમયે જરૂર વગર અપ-ડાઉન ન કરો. એવુ કરવાથી એન્જીન ગરમ થવા લાગે છે. અને વઘારે વખત આવુ કરવામાં આવે તો એન્જીન વધારે ફ્યૂલનો વપરાશ કરવા લાગે છે. ધ્યાનમાં રાખો કે ફકત જરૂર પડવા પર જ કારની ગિયર શિફટ કરો.
READ ALSO
- શું સબ સલામત! ગુજરાતમાં ફિલ્મી ઢબે થઈ કરોડોના સોનાની લૂંટ, કારમાં સવાર શખ્સોએ બસ આંતરીને આંગડીયાના કર્મચારીઓને લૂંટ્યા
- સારા સમાચાર/ સરકાર કેન્દ્રીય કર્મચારીઓ અને પેંશનર્સને આપશે મોટી ભેટ, વધી શકે છે પગાર!
- ઓસ્કાર નોમિનેટ ફિલ્મ ‘સ્લમડોગ કરોડપતિ’નો આ કલાકાર વિવાદમાં, લાગ્યો જાતીય સતામણીનો કેસ
- ખાસ વાંચો/ વરિષ્ઠ નાગરિકોને કાનૂની સુરક્ષા આપશે મોદી સરકાર, જમાઇ અને વહુઓએ પણ વૃદ્ધોને આપવુ પડશે ભરણપોષણ ભથ્થુ
- ખાસ વાંચો / રેલ્વે યાત્રીઓને મોટો ઝટકો: રેલ્વેએ ભાડામાં કર્યો વધારો, જાણો તમારા ખીસ્સા પર થશે કેટલી અસર