ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ના બીજા કવાર્ટર એટલે કે જુલાઇથી સપ્ટેમ્બર દરમિયાન ભારતના જીડીપીના વિકાસનો દર ૬.૩ ટકા રહ્યો છે. મેન્યુફેકચરિંગ અને માઇનિંગ સેક્ટરના નબળા દેખાવને પગલે જીડીપીમાં ઘટાડો નોંધાયો છે તેમ સરકાર દ્વારા જારી સત્તાવાર આંકડાઓમાં જણાવવામાં આવ્યું છે.
જો કે જીડીપીમાં ઘટાડો થયો હોવા છતાં ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકાસ પામતું અર્થતંત્ર રહ્યું છે કારણકે જુલાઇથી સપ્ટેમ્બર, ૨૦૨૨ કવાર્ટરમાં ચીનનો જીડીપી ફક્ત ૩.૯ ટકા રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે આ અગાઉના કવાર્ટર એટલે કે એપ્રિલથી જૂન કવાર્ટરમાં જીડીપીનો વિકાસ દર ૧૩.૫ ટકા રહ્યો હતો. જ્યારે ગત નાણાકીય વર્ષના બીજા કવાર્ટરમાં જીડીપીનો વિકાસ દર ૮.૪ ટકા રહ્યો હતો.
નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (એનએસઓ) દ્વારા આજે બીજા કવાર્ટરના જીડીપીના આંકડા જારી કરવામાં આવ્યા હતાં. ઉલ્લેખનીય છે કે આ મહિનાની શરૃઆતમાં આરબીઆઇએ બીજા કવાર્ટરમાં જીડીપી ૬.૧ ટકાથી ૬.૩ ટકાની વચ્ચે રહેવાનો અંદાજ મૂક્યો હતો.
બીજા કવાર્ટરમાં કોરોનાના પ્રતિબંધો ન હતાં પણ આરબીઆઇ દ્વારા સતત પ્રમુખ વ્યાજ દરોમાં વધારો કરવામાં આવતા તેની અસર જીડીપીના વિકાસ દર પર જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે આરબીઆઇએ ફુગાવાને અંકુશમાં રાખવા માટે રેપો રેટમાં સતત વધારો કર્યો છે.
એનએસઓએ એક નિવેદનમાં જણાવ્યું છે કે રિયલ જીડીપી અથવા સ્થિર (૨૦૧૧-૧૨) કીંમતો પર જીડીપીના બીજા કવાર્ટરમાં ૩૮.૧૭ લાખ કરોડ રૃપિયા રહેવાનો અંદાજ છે. આ એક વર્ષ પહેલાના સમાન ગાળામાં ૩૫.૮૯ લાખ કરોડ રૃપિયા હતો. અગાઉના ૮.૪ ટકાના વધારાની સરખામણીમાં આ વખતે ં ૬.૩ ટકા વધારે રહ્યું છે.
આ દરમિયાન કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સિતારમને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભારત ફુગાવાને સારી રીતે અંકુશમાં લેવા સફળ રહેશે. તેમણે જણાવ્યું હતું કે ભારતે એટલી સારી ફ્રેમવર્ક અમલમાં મૂકી છે કે જે ખાદ્ય વસ્તુઓ પર સપ્લાય સાઇડને કારણે પડતા દબાણને સહન કરી શકશે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી ભારતમાં ફુગાવો ૬ ટકાથી વધારે રહ્યો છે.
READ ALSO
- કચ્છના રણમાં 7 થી 9 ફેબ્રુઆરી દરમિયાન G-20 પ્રવાસન કાર્યકારી જૂથની પ્રથમ બેઠક યોજાશે
- આ 6 પ્રકારની સમસ્યા આપી શકે છે હાર્ટએટેકને આમંત્રણ, જાણો હાર્ટએટેકથી બચવાના ઉપાય
- હત્યાનો ચોંકાવનારો કેસ / પત્નીએ પ્રેમી સાથે મળી પતિને જીવતો સળગાવી દીધો
- 34 પ્રકારના કેન્સરને નોતરે છે આ ફૂડ આઈટમ, જો તમે પણ ખાતા હોય તો ચેતી જજો
- બનાસકાંઠા / ડિસામાં વધુ એક શૌચાલય કૌભાંડ, 8.76 લાખની ગેરરીતિ આચરી હોવાની ફરિયાદ નોંધાઇ