GSTV

ચાલુ વર્ષે ભારતનો જીડીપી ગ્રોથ શૂન્ય, આવતા વર્ષે વધશે: નાણામંત્રી નિર્મલા સીતારમણ

કેન્દ્રના નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ કહે છે કે ચાલુ વરસે જીડીપી ગ્રોથ શૂન્યની આસપાસ રહી શકે છે પરંતુ આવતા વરસે વિશ્વના સૌથી ઝડપી આર્થિક વિકાસ ધરાવતા દેશોમાં આપણી ગણના થશે. એક ઇવેન્ટમાં બોલતાં તેમણે સ્વીકાર્યું હતું કે આ વરસે જીડીપી ગ્રોથ શૂન્યની આસપાસ રહેવાનું અનુમાન હતું.

જીડીપી

ભારતનો જીડીપી ગ્રોથ માઇનસ 10. 3% : IMF

ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે આ વર્ષે ભારતનો જીડીપી ગ્રોથ માઇનસ 10. 3 ટકા રહેવાનું અનુમાન જાહેર કર્યું હતું ત્યારે નાણાં પ્રધાને આ પ્રકારનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. અત્યાર અગાઉ જૂન માસમાં ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે સાડા ચાર ટકા ઘટવાનો અંદાજ વ્યક્ત કર્યો હતો. પરંતુ પહેલા ત્રિમાસિકના જીડીપીમાં 23. 9 ટકાનું ગાબડું જાહેર થતાં આઇએમએફે દ્વારા માઇસ 10. 3 ટકાની જાહેરાત થઇ હતી.

વર્ષ 2019-20નો જીડીપી ગ્રોથ 4.2%

છેલ્લાં થોડાં વરસોથી ભારત ઝડપથી વિકસી રહેલાં અર્થતંત્ર ધરાવતા દેશોમાં મોખરે ગણાતું હતું. પરંતુ ગયા વર્ષથી સંજોગો બદલાયા હતા. 2019-20ના નાણાંકીય વર્ષમાં ભારતનો જીડીપી ગ્રોથ 4.2 ટકા પર અટકી ગયો હતો. બીજી બાજુ ચીનનો જીડીપી ગ્રોથ છ ટકાનો થઇ ગયો હતો.

આવતા વર્ષે જીડીપી ગ્રોથ 8.8% થવાની આશા: IMF

આ વરસે ભારતનો જીડીપી ગ્રોથ ઘટી જવાના ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ અનુમાન વચ્ચે ચીનનો જીડીપી ગ્રોથ 1. 9 ટકાનો અનુમાનવામાં આવ્યો હતો. જો કે આવતા વરસે ભારતનો જીડીપી ગ્રોથ 8. 8 ટકા રહેશે જ્યારે ચીનનો જીડીપી ગ્રોથ 8. 2 ટકા રહેશે એવું અનુમાન પણ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે જાહેર કર્યું હતું.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

ભારત સાથેની વાટાઘાટો વચ્ચે ચીને પોતાના સૈનિકો માટે હજારો ટન સામાન ભરેલી સેંકડો ટ્રકો લદ્દાખ બોર્ડર મોકલી

Nilesh Jethva

રાજધાની દિલ્હીમાં ઠંડીએ 17 વર્ષનો રેકોર્ડ તોડ્યો, આગામી બે દિવસમાં કમોસમી વરસાદની આગાહી

Nilesh Jethva

25 રૂપિયાનું પેટ્રોલ અને ડીઝલ તમારા સુધી પહોંચતા કેવી રીતે પાર કરશે 80 રૂપિયા, જાણો કોણ કરે છે આ કમાણી

Karan
Do NOT follow this link or you will be banned from the site!