GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

GDPમાં ઘટાડો થવાથી ધનિકોની આવક ઘટશે, ગરીબો વધુ ગરીબ થશે અને બેરોજગારીમાં વધારો થશે

GDP

આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (આઇએમએફ) અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઆઈ)એ ભારતની જીડીપી (GDP) માં ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરી છે. સૂત્રોએ જણાવ્યું છે કે, સરકારને જીડીપીમાં ઘટાડાથી એની કરવેરાની આવકમાં ઘટાડો થવાની ચિંતા છે. બીજી તરફ, નિષ્ણાતોએ જણાવ્યું છે કે, જીડીપીમાં ઘટાડો થવાથી ધનિકોની આવકમાં ઘટાડો થશે, તો બીજી તરફ ગરીબો વધારે ગરીબ થશે. એટલું જ નહીં દેશમાં બેરોજગારોની સંખ્યા વધશે, જે સરકારની ચિંતાના મુખ્ય કારણો પૈકીનું એક કારણ છે.

GDP

90 ટકા આવકવેરો 5 ટકા કરદાતાઓ ચુકવે છે

આકારણી વર્ષ 2018-19માં આશરે 50 મિલિયન એટલે કે 5 કરોડ આવકવેરા રિટર્ન (આઇટીઆર) ભરાયા હતા. એટલે સ્વાભાવિક છે કે, પ્રત્યક્ષ કરવેરાની આવક આ 5 કરોડ કરદાતાઓની આવક પર નિર્ભર છે. તમને જાણીને નવાઈ લાગશે કે, રિટર્ન ભરનાર પાંચ કરોડ લોકોમાંથી ટોચના 5 ટકાની આવકનો હિસ્સો ભારતની જીડીપીમાં 15 ટકા છે. એટલું જ નહીં સરકારની આવકવેરાની આવકનો 90 ટકા હિસ્સો આ 5 ટકા ધનિક કરદાતાઓનો છે. આઇએમએફ અને આરબીઆઈ બંનેએ દેશની જીડીપીમાં મોટો ઘટાડો થવાની શંકા વ્યક્ત કરી છે, જેનો સીધો અર્થ એ છે કે, આ ધનિકોની આવક ઘટશે અને ગરીબો વધારે ગરીબ થશે. વળી ધનિક લોકોની આવકમાં મોટો ઘટાડો થવાથી સરકારની આવક ઘટશે, જેથી સરકારની ગરીબોની મદદ કરવાની ક્ષમતામાં પણ ઘટાડો થશે.

GDP

મોટા પાયે બેરોજગારી સર્જાશે

જીડીપીમાં ઘટાડો થવાથી મોટા પાયે નોકરી પર જોખમ છે. હાલ લોકડાઉનને પગલે મોટા ભાગનાં વ્યવસાયો લગભગ ઠપ થઈ ગયા છે. એટલે લોકડાઉન પછીના તબક્કામાં લોકો તબક્કાવાર રીતે એમનો વ્યવસાય શરૂ કરશે. એટલે તેઓ સૌપ્રથમ ખર્ચમાં બચત કરવાનું પગલું ભરશે. એટલે મોટા ભાગના ક્ષેત્રોમાં કોસ્ટ કટિંગના ભાગરૂપે કર્મચારીઓનો મોટી સંખ્યામાં છૂટા કરવામાં આવશે. કેટલીક કંપનીઓએ આ પ્રકારની કામગીરી શરૂ કરી દીધી છે. દેશમાં રોજગારીનો સૌથી મોટો સ્ત્રોત એમએસએમઈ અને રિયલ એસ્ટેટ છે. આ બંને ક્ષેત્રોમાં કામગીરી લગભગ ઠપ થઈ ગઈ છે. નિષ્ણાતોનું માનવું છે કે, રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં અગાઉથી જ મંદી હતી, જેમાં લોકડાઉન અને કોરોનાવાયરસ મરણતોલ ફટકો પાડશે. આ કારણે આ ક્ષેત્રમાં મોટા પાયે બેરોજગારી સર્જાશે.

Read Also

Related posts

સલમાન-સોહેલ અને અરબાઝમાંથી કોણ છે તારી પહેલી પસંદ, યુલિયાએ આપ્યો આ રસપ્રદ જવાબ

Harshad Patel

પતિ શોએબની હાજરીમાં સાનિયાનો ખુલાસો, અક્ષય કુમાર સાથે લગ્ન કરવા ઇચ્છતી હતી

Mansi Patel

મિલિંદ સોમણની માતાએ પોતાના 81માં જન્મદિવસ પર કર્યા પુશ-અપ્સ, શેર કર્યો વીડિયો

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!