GSTV

મોદી સરકાર માટે ‘અચ્છે દિન’, 6 મહિના બાદ GDPમાં થયો સુધારો

PM મોદી

આર્થિક મોરચા પર વિપક્ષની આલોચના સહન કરી રહેલી મોદી સરકાર માટે થોડા રાહતના સમાચાર છે. જીડીપી ગ્રોથ રેટના આંકમાં નજીવો સુધારો થયો છે. આ અધિકારિક આંક આ વર્ષ 2019-20ના ત્રીજા સપ્તાહ ( સપ્ટેમ્બરથી ડિસેમ્બર) ના છે. તાજા આંક અનુસાર દેશમાં ડિસેમ્બર ત્રિમાસિકમાં જીડીપીનો ગ્રોથ રેટ 4.7 ટકા રહ્યો છે. આજે જાહેર થયેલા આંકડાઓ મુજબ ઓક્ટોબરથી ડિસેમ્બર 2019ના ત્રિમાસિક ગાળામાં દરમિયાન ભારતનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) 4.7 ટકા નોંધાયો છે. જ્યારે તેની અગાઉના સપ્ટેમ્બર ક્વાર્ટર 2019માં વિકાસદર 4.5 ટકા આવ્યો હતો. આર્થિક મંદીના ભણકારા અને હાલ કોરોના વાયરસની પ્રતિકૂળ અસરોને પગલે ચાલુ માર્ચ ક્વાર્ટર 2020માં વિકાસદર વધુ ઘટે તેવી આશંકાઓ અત્યારથી જ સેવાઇ રહી છે.

કોરોના વાયરસના કહેર વચ્ચે જીડીપીએ ડોક ઉંચી કરી

જીડીપીના ગ્રોથ રેટના નવા આંક અનુસાર દુનિયામાં હાલમાં કોરોના વાયરસને પગલે મંદી જેવો માહોલ છે. જેને પગલે તમામ એજન્સીઓ એ અનુમાન લગાવી રહી હતી તે ડિસેમ્બરમાં જીડીપી ગ્રોથ રેટમાં કોઈ બદલાવ નહીં થાય જોકે, જીડીપીના ગ્રોથ રેટમાં સુધારો થયો છે. જોકે, કોરોના વાયરસની અસર દેશના અર્થતંત્ર પર જોવા મળી રહી છે. છેલ્લા 6 મહિનાની વાત કરીએ તો જીડીપીના ગ્રોથ રેટમાં સતત ઘટાડો થઈ રહ્યો હતો. ગત વર્ષે 2018-19માં પ્રતચમ ત્રિમાસિકમાં આ ગ્રોથ રેટ 8 ટકા હતો. જે ઘટીને બીજા ત્રિમાસિકમાં 7 ટકાએ આવી ગયો હતો. ત્યારથી સતત જીડીપીનો ગ્રોથ રેટ ઘટી રહ્યો છે.

મોદી સરકાર માટે આશાનું નવુ કિરણ

નાણાકિય વર્ષ 2019-20ની વાત કરીએ તો પ્રથમ ત્રિમાસિકમાં જીડીપીનો ગ્રોથ રેટ 5 ટકા પર આવી ગયો હતો. જેને પગલે મોદી સરકારના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા હોવાના આરોપ લાગ્યા હતા. હાલમાં અર્થતંત્ર કોરોના વાયરસને પગલે સુસ્ત ચાલી રહ્યું છે. ચીન સાથે વેપાર ઠપ છે ત્યારે 4.7 ટકા જાહેર થયેલા ગ્રોથ રેટે મોદી સરકાર માટે નવી આશા જન્માવી છે.

ડિસેમ્બરના ક્વાર્ટરમાં થોડી રાહત મળી

સરકારના આંકડાકીય વિભાગે એક નિવેદનમાં જણાવ્યું કે, ચાલુ નાણાંકીય વર્ષના ત્રીજા ઓક્ટોબરથી ડિસેમ્બરના ત્રિમાસિકગાળામાં ભારતની જીડીપી રૂ. 36.65 લાખ કરોડ રહી છે જે વર્ષ પૂર્વેના સમાન ક્વાર્ટરમાં રૂ. 35 લાખ કરોડ નોંધાઇ હતી. નોંધનીય છે કે, સપ્ટેમ્બર ક્વાર્ટર 2019માં ભારતની વિકાસદર 4.5 ટકા આવ્યો હતો જે છેલ્લા સાડા છ વર્ષનો સૌથી નીચો વૃદ્ધિદર હતો. પણ આ વખતે ડિસેમ્બર ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથ સાધારણ સુધરીને 4.7 ટકા આવ્યો છે.

નોંધનીય છે કે, ચાલુ નાણાં વર્ષના પ્રથમ અને બીજા ક્વાર્ટરના વિકાસદરમાં સરકાર દ્વારા સંશોધન કરવામાં આવ્યું છે. સુધારેલા આંકડા મુજબ એપ્રિલથી જૂનના પ્રથમ ક્વાર્ટરનો જીડીપી ગ્રોથ 5.6 ટકા અને બીજા ક્વાર્ટરનો 5.1 ટકા જાહેર કરાયો છે.

જીડીપીમાં સુધાર પણ શેર બજારે નિરાશ કર્યા

વિકાસમાં સુધારાથી એ વાતના સંકેત મળે છે કે દેશમાં જે આર્થિક સુસ્તી હતી જે ધીમી ધીમે ઓછી થઇ રહી છે પરંતુ બીજી બાજુ હાલ સમગ્ર વિશ્વ ઉપર ઘેરાઇ રહેલા કોરોના વાયરસના જોખમથી વૈશ્વિક અર્થવ્યવસ્થા દહેશતમાં છે અને તેના લીધે ગ્લોબલ જીડીપી ગ્રોથમાં ગાબડું પડ્યું અને તેનાથી ભારતીય અર્થતંત્ર પણ બચી શકશે નહીં. ઉલ્લેખનિય છે કે, આજે ભારતીય શેરબજારમાં તેના ઇતિહાસનો બીજો સૌથી મોટો એક દિવસીય કડાકો બોલાયો છે. આજે બીએસઇ સેન્સેક્સ 1448 પોઇન્ટના કડાકામાં 38297ના સ્તરે બંધ રહ્યો હતો. તો એનએસઇ નિફ્ટી ઇન્ડેક્સ પણ 431 પોઇન્ટની ખુવારીમાં 11201ના સ્તરે બંધ આવ્યો હતો.

READ ALSO

Related posts

ગરમીમાં કોરોના ખતમ થઈ જશે તે વાતમાં કેટલું તથ્ય છે ? જાણો સૌથી ગરમ વિસ્તારમાં શું છે સ્થિતી

Pravin Makwana

કોરોના યુદ્ધમાં કેજરીવાલ સરકારનો 5-T પ્લાન, આ રીતે દિલ્હીની જનતા વાયરસને આપશે માત

Ankita Trada

ખેડૂતો આનંદો: સરકારે પ્રધાન મંત્રી કિસાન સન્માન નિધિ યોજના, 40 લાખથી વધુ ખેડૂત ખાતેદારોને મળ્યો લાભ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!