GSTV

ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશનના ચેરમેન પદે રામસિંહ પરમારની વરણી

Last Updated on January 29, 2018 by

ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશનના ચેરમેન પદે રામસિંહ પરમારની વરણી કરવામાં આવી છે. જ્યારે વાઇસ ચેરમેન પદે જેઠા ભરવાડ યથાવત રહ્યા છે. ચૂંટણીમાં ચેરમેન પદે જેના નામની સૌથી વધુ ચર્ચા હતી તે શંકર ચૌધરીનું પત્તું આખરે કપાઇ ગયું છે.

38 હજાર કરોડનું જંગી ટર્નઓવર ધરાવતી ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન એટલે કે જીસીએમએમએફના ચેરમેનની બહુચર્ચિત ચૂંટણીમાં રામસિંહ પરમારને સુકાન સોંપવામાં આવ્યું છે. કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા રામસિંહ પરમાર પર ભાજપે ભરોસો મુકી તેમને શિરપાવ આપ્યો છે. જ્યારે શહેરાના ધારાસભ્ય જેઠા ભરવાડને વાઇસ ચેરમેન પદે યથાવત રાખી તેમની નારાજગી દૂર કરવામાં આવી છે. સરકારે ચૂંટણીમાં બિનહરીફ ઉમેદવાર જાહેર થાય તે દિશામાં પ્રયત્નો હાથ ધર્યા હતા અને આખરે વ્હીપ થકી ભાજપે તેમના માનીતા નેતાઓને મહત્વના બંને હોદ્દાઓ પર બેસાડ્યા છે.

આ ચૂંટણીમાં બનાસ, દૂધસાગર, અમૂલ, સાબર સહિતના ડેરી સંઘો હુકમનો એક્કો બની રહ્યા. કુલ મળીને 18 ડેરી સંઘોએ જૂથના ચેરમેન અને વાઇસ ચેરમેન નક્કી કર્યા છે. આ પહેલા રવિવારે ગાંધીનગર સરકીટ હાઉસમાં કેબિનેટ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામા ડેરી સંઘોના પ્રતિનિધીઓની એક બેઠક મળી હતી. જેમાં ચૂંટણી અંગે ચર્ચા-વિચારણા હાથ ધરાઇ હતી. અનેક નામોની ચર્ચા વચ્ચે આખરે અમૂલ ડેરીમાં બહોળો અનુભવ ધરાવતા રામસિંહ પરમાર પર ભાજપે પસંદગીનો કળશ ઢોળ્યો છે.

જો કે આ ચૂંટણીમાં ચેરમેન પદ માટે શંકર ચૌધરીનું નામ રેસમાં સૌથી આગળ હોવાનું માનવામાં આવતું હતું. પરંતુ બનાસકાંઠાની વાવ બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી હારી ચૂકેલા શંકર ચૌધરીનો જીસીએમએમએફની ચૂંટણીમાં પણ ગજ વાગ્યો નથી.

Related posts

પ્રધાનપદ જતા જ નવી સરકારના પગ ખેંચવાનું શરૂ, ખેડૂતોને નુકસાનીનું વળતર ચુકવવા કરી માંગ: રૂબરૂ મુલાકાત કરી ઉઠાવ્યો મુદ્દો

Zainul Ansari

ટ્રેનની અડફેટે આવતા સિંહોના અકાળ મૃત્યુ બાબતે હાઇકોર્ટે રેલ્વે મંત્રાલયની કાઢી ઝાટકણી, માંગી પસાર થતી ટ્રેનોની માહિતી

Zainul Ansari

ઐતિહાસિક ચુકાદો / માતાના મઢે ચામર-પત્રી વિધિનો હક્ક મહારાણી પ્રીતિદેવીને અપાયો, ભૂજ કોર્ટ દ્વારા અપાયો ચુકાવો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!