GSTV

જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ તરીકે રાજીનામુ આપનાર મુર્મૂ બન્યા CAG

Last Updated on August 8, 2020 by pratik shah

જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ પદ પરથી રાજીનામુ આપનાર ગિરીશ ચંદ્ર મુર્મૂએ સીએજી તરીકે કાર્યભાળ સાંભળી લીધો છે. તેમણે બુધવારે જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ પદેથી રાજીનામુ આપ્યું હતું.

કેન્દ્રશાસિત જમ્મુ કાશ્મીરના પ્રથમ ઉપરાજ્યપાલ ગિરીશ ચંદ્ર મુર્મૂએ બુધવારે અચાનક જ પોતાના પદેથી રાજીનામુ આપ્યું હતું અને બાદમાં રાષ્ટ્રપતિ દ્વારા પણ તેમના રાજીનામાનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. ત્યારે હવે જીસી મુર્મૂએ સીએજી તરીકે પોતાનો કાર્યભાર સંભાળી લીધો છે.

પદભાર સંભાળ્યા બાદ તેમણે સીએજી કાર્યાલયમાં મહાત્મા ગાંધી અને બીઆર આંબેડકરને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે મુર્મૂને રાષ્ટ્રપતિ ભવન ખાતે સીએજી પદના શપથ ગ્રહણ કરાવ્યા હતા.

જીસી મુર્મૂ કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઈન્ડિયા બનનારા આદિવાસી સમુદાયના પ્રથમ અધિકારી છે. તેમની ગણતરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાસ અધિકારી તરીકે થતી આવી છે અને હવે તેમના સ્થાને પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના નેતા મનોજ સિંહા જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ તરીકેની જવાબદારી સંભાળશે.

MUST READ:

Related posts

BIG BREAKING: OBC Reservation/Quota: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસીક નિર્ણય, જાણો શું કહ્યું કોર્ટે!

pratik shah

ત્રીજી લહેરનો કેર / લગ્નમાં 150ની મર્યાદાને લઇ કોવિડ ટાસ્કફોર્સનાં સભ્યનું મોટું નિવેદન, સરકારે હજુ નિયંત્રણો….

Dhruv Brahmbhatt

જોરદાર સ્કીમ/ 25 રૂપિયા લીટર સસ્તું પેટ્રોલ મેળવવાનો મોકો, આ રીતે ફટાફટ ઉઠાવો લાભ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!