GSTV

જમ્મું કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ જીસી મુર્મુ હશે નવા CAG, રાજીવ મહર્ષીની જગ્યા લેશે

જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ લેફ્ટનન્ટ ગવર્નર ગિરીશચંદ્ર મુર્મુને દેશના નવા સીએજી (Comptroller and Auditor General of India) નીમવામાં આવ્યા છે. ગુરુવારે કેન્દ્રની મોદી સરકારે તેનું જાહેરનામું બહાર પાડ્યું. તે રાજીવ મહર્ષિની જગ્યા લેશે. રાજીવ મહર્ષિને વર્ષ 2017 માં સીએજી નિમાયા હતા. તેમનો કાર્યકાળ ત્રણ વર્ષનો હતો.

જીસી મુર્મૂ રાજ્યમાંથી કેન્દ્ર શાસિત બનનાર જમ્મુ-કાશ્મીરના પ્રથમ લેફ્ટનન્ટ ગવર્નર રહ્યા હતા. 60 વર્ષિય ગિરીશચંદ્ર મુર્મુ 1985 બેચના આઈએએસ અધિકારી છે. તે ગુજરાત કેડરના અધિકારી છે. જીસી મુર્મુએ 31 ઓક્ટોબર, 2019 ના રોજ જમ્મુ-કાશ્મીરના પ્રથમ એલજી તરીકે ચાર્જ સંભાળ્યો હતો. તેમણે બુધવારે રાજીનામું આપ્યું હતું. તેમનો કાર્યકાળ 9 મહિનાનો હતો.

READ ALSO

Related posts

ડ્રગ્સમાં ગળાડૂબ બોલિવૂડ : શું તારી પાસે માલ છે, સામે આવી નવી ડ્રગ્સ ચેટ, કોડ વર્ડથી સેવ થયા છે અભિનેત્રીઓના નામ

Pravin Makwana

હજુ 5 દિવસ રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિગ રહેશે ચાલું, આ વિસ્તારમાં પડશે સૌથી વધુ અસર

Nilesh Jethva

આ બે મહિલા અધિકારી રચશે ઈતિહાસ, ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજનો બનશે ભાગ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!