GSTV

લ્યો બોલો! કારની અંદર પણ પહેરવુ પડશે હેલમેટ નહિ તો કપાશે ચલણ……

તમે ખોટી જગ્યાએ પાર્કિંગ કરવા, ઓવર સ્પીડમાં ગાડી ચલાવવા, ત્યાં સુઘી કે,આ દિવસોમાં માસ્ક ન લગાવવા માટે પણ પોલિસને ચલણ કાપતા જોયા હશે. પણ શું તમે કોઈને કાર ચલાવતી વખતે હેલમેટ ન પહેરવા પર ફાઈન ભરતા જોયા છે? જી હાં ગાઝીયાબાદમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જયાં પોલિસે એક વ્યક્તિ પર કારની અંદર હેલમેટ ન પહેરવા પર દંડ કર્યો હતો.

ગાઝિયાબાદના નંદગ્રામનો રહેવાસી સૂરેશ કુમારે જણાવ્યુ કે, તેની પાસે એક મેમો પહોંચ્યો છે. જે 10 મહિના પહેલાનો જુનો મેમો છે. મેમોમાં તેનો કારની અંદર બેઠેલો ફોટો છે. પંરતુ જે ચલણ તેની પાસે આવ્યુ છે, તેમાં હેલમેટ ન પહેરવા પર 500 રૂપિયાનું ચલણ કાપવામાં આવ્યુ છે. સુરેશે કહ્યુ કે, ચલણમાં 19 એપ્રિલ 2020ની તારીખ લખી છે. તેણે કહ્યુ કે, જયારે કાર ચલાવતા હોય ત્યારે હેલમેટ કેવી રીતે પહેરી શકાય. કાર ચલાવતા સમયે હેલમેટ પહેરવાનો કોઈ નિયમ નથી. જો આવો કોઈ નિયમ ગાઝીયાબાદ ટ્રાફિક પોલીસે બનાવ્યો છે તો તે લોકોને જાગરૂત કરે.

તેણે ઓફિસર્સ પાસે માંગ કરી છે કે, આ ચલણને કેંસલ કરવામાં આવે. તો અઘિકારીઓનું કહેવુ છે કે, ફરિયાદ મળવા પર આ મામલાની તપાસ કરાશે અને ચલણ કાપવાવાળા કર્મચારી વિરુદ્ધ કાર્યવાહી કરાશે.

READ ALSO

Related posts

તામિલનાડુ : ભાજપને નથી રસ કારણ કે નથી વાગતો ગજ, આ પાર્ટીનો છે અહીં રહે છે દબદબો

Karan

વેપારીઓનું ભારત બંધ: શશિ થરૂરે દોરડા વડે ઓટો રીક્ષા ખેંચી વિરોધ નોંધાવ્યો, કેરલમાં વિરોધનો છે આવો નજારો

Pravin Makwana

ખાસ વાંચો / હવે જનમતાની સાથે જ બની જશે નવજાતનું આધાર કાર્ડ, જાણો સમગ્ર પ્રક્રિયા…

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!