GSTV
Home » News » મંદિરની સાથે સરકારી હોસ્પિટલમાં પણ વગાડાશે ગાયત્રી મંત્ર

મંદિરની સાથે સરકારી હોસ્પિટલમાં પણ વગાડાશે ગાયત્રી મંત્ર

Gayatri Mantra govt hospital

સરકારી હોસ્પિટલમાં હવે ગાયત્રી મંત્રની ધૂન વાગશે. ગાયનેક વોર્ડ, લેબર રૂમ તેમજ ઓપરેશન થિયેટરમાં પ્રસૂતાની પ્રસવ પીડા ઓછી કરવા આ ધૂન મૂકવામાં આવશે. ગાયત્રી મંત્રની ધૂન વગાડી લક્ષ્ય યોજના હેઠળ હીલિંગ સાઉન્ડ થેરેપીની શરૂઆત થશે. સ્વાસ્થ્ય વિભાગ તરફથી આદેશ મળ્યા બાદ આ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી. જો કે રાજસ્થાનમાં કેટલાક સમુદાય દ્વારા ગાયત્રી મંત્રની ધૂન વગાડવાના આદેશનો વિરોધ કરવામાં આવ્યો. ચિકિત્સકોનું માનવું છે કે ડિલિવરી દરમ્યાન હીલિંગ સાઉન્ડ થેરેપીથી પ્રસવ પીડા ઓછી થાય છે અને બ્લડ પ્રેશર પણ નોર્મલ રહે છે. ડોક્ટર કહે છે કે આ પ્રકારની થેરેપી મહિલાઓ અને બાળક બંને માટે હિતકારક છે.

ગર્ભાવસ્થા દરમ્યાન મહિલાઓમાં અનેક પ્રકારના શારીરિક અને માનસિક બદલાવ આવે છે. રિસર્ચ મુજબ સંગીત સાંભળવાથી ગર્ભવતી મહિલાઓના માનસિક સ્તરમાં સુધારો થાય છે. સેક્ટર-10 સિવિલ હોસ્પિટલના લેબર રૂમ, ઓપરેશન થિયેટર અને ન્યૂ બોન કેર યૂનિટમાં મ્યૂઝિક સિસ્ટમ લગાવવામાં આવશે. સ્વાસ્થય વિભાગના ડીએમએસ ડો.નીરજ યાદવે જણાવ્યું કે કેંદ્ર સરકારની લક્ષ્ય યોજના હેઠળ ગાયની બોર્ડ અને લેબર રૂમની સુવિધામાં વધારો કરવામાં આવશે. બહુ જલ્દી તેનો અમલ શરૂ થઈ જશે. આ યોજના દેશના અનેક રાજ્યોમાં પહેલેથી જ લાગુ કરવામાં આવી છે. આ વર્ષે જાન્યુઆરીમાં દિલ્હીનું ગુરુ તેગ બહાદુર હોસ્પિટલમાં દિલ્હી સરકારે શિશુ વોર્ડમાં હૈપીનેસ ડાંસ થેરેપી શરૂ કરી હતી. ડો.નીરજ યાદવ, ડીએમએસ તેમજ સ્વાસ્થ્ય વિભાગે કહ્યું કે ટૂંક સમયમાં લક્ષ્ય યોજના હેઠળ હીલિંગ સાઉન્ડ થેરેપીની શરૂઆત કરવામાં આવશે. આ યોજના મહિલાઓને પ્રસૂતિ સમયે રાહત મળે માટે લેબર રૂમ અને ઓપરેશન થિયેટરમાં ગાયત્રી મંત્રની ધૂન વગાડવામાં આવશે.

Read Also

Related posts

સાસુ સાથે લીવ ઈન રિલેશનશિપમાં રહેતા જમાઈએ રાતે સાસુની કરી નાખી આવી હાલત

Bansari

હું બોર્ડને એવી રીતે જ ચલાવીશ કે જે રીતે ટીમ ઇન્ડિયાને લીડ કરતો હતો

Bansari

ચાલુ મેચમાં રવિ શાસ્ત્રીએ મારી લીધી ઝબકી, સોશિયલ મીડિયા પર લોકોએ કેટલી મજા લીધી જાતે જ જોઇ લો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!