GSTV
Home » News » ગાયત્રી જયંતીના દિવસે કરો આ મહામંત્રનો જાપ, થશે આ મુશ્કેલીઓ દૂર

ગાયત્રી જયંતીના દિવસે કરો આ મહામંત્રનો જાપ, થશે આ મુશ્કેલીઓ દૂર

13 જૂનના રોજ ગાયત્રી જયંતી છે. ગાયત્રી મંત્રને વેદોમાં બહુ જ ચમત્કારી મંત્ર બતાવાયો છે. ચારો વેદોમાં ગાયત્રી મંત્રનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ મંત્રમાં ઋષિ વિશ્વામિત્ર અને સવિતા છે. માનવામાં આવે છે કે એ મંત્રમાં એટલી શક્તિ છે કે કોઈ વ્યક્તિ નિયમિત રીતે ત્રણ વાર કરે તો તેની આસ પાસની બધી નકારાત્મક શક્તિ નષ્ટ થઈ જાય છે.

ગાયત્રી મંત્રનો જાપ કરવાથી ઘણા બધા લાભ થાય છે. નિયમિત 108 વાર તેનો જાપ કરવાથી બુદ્ધિ પ્રખર થાય છે અને કોઈ પણ વિષયને લાંબા સમય સુધી યાદ રાખવાની ક્ષમતા વધે છે. ‘ॐ भूर्भव: स्व: तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न: प्रचोदयात्।’ તેનો અર્થ છે પ્રાણસ્વરૂપ, દુખનાશક, સુખસ્વરૂપ, શ્રેષ્ઠ, તેજસ્વી, પાપનાશક, દેવસ્વરૂપ પરમાત્માને અમે અન્ત:કરણમાં ધારણ કરીશું. પરમાત્મા તમારી બુદ્ધિને સન્માર્ગને પ્રેરિત કરે.

એટલે કે આ મંત્રના જાપથી બૌદ્ધિક ક્ષમતા અને મેધા શક્તિ એટલે કે સ્મરણ શક્તિની ક્ષમતા વધારે છે. વ્યક્તિનું તેજ વધે છે અને તેને દુખોમાંથી છુટકારો મળે છે.

ગાયત્રી મંત્રનો જાપ કરતા રાખો સાવધાની
-ગાયત્રી મંત્રનો જાપ સૂર્યોદયના બે કલાક પહેલા અને સૂર્યાસ્તના એક કલાક પછી કરવો સારો.
-આ મંત્રનો જાપ રાતના સમયે ન કરવો જોઈએ. રાત્રે આ મંત્ર લાભકારી નથી.
-આ મહામંત્રને ધૈર્ય સાથે ધ્યાન લગાવીને કરવો જોઈએ.
-આસન પર બેસીને જ ગાયત્રી મંત્રનો જાપ કરવો લાભકારક છે.
-ગાયત્રી મંત્રના જાપમાં તુલસી અને ચંદનની માળાનો જ ઉપયોગ કરવો જોઈએ.

Read Also

Related posts

ઋષભ પંતની તો આવી બની: કોચ શાસ્ત્રીએ આપી દીધી ચેતવણી, ‘સુધરી જા નહી તો…’

Bansari

લ્યો બોલો! પોલીસને એટલી ઉતાવળ હતી કે જોયા વિના જ ભેંસ સાથે બાંધેલા ગાડાનું ચાલાન કાપી નાંખ્યું!

Bansari

‘મોદી સરકાર દેશના યુવાઓને રોજગારી આપવામાં નિષ્ફળ ગઈ’ અધિર રંજન ચૌધરીએ બેરોજગારી મુદ્દે કર્યા પ્રહાર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!