GSTV
Home » News » સમલૈંગિકતા : ભારતે આજે આપી છૂટછાટ પણ આ 72 દેશમાં મળે છે મોતની સજા

સમલૈંગિકતા : ભારતે આજે આપી છૂટછાટ પણ આ 72 દેશમાં મળે છે મોતની સજા

સમલૈંગિકતાને ગેરકાસદેસર ઠેરવતી આઇપીસીની ધારા 377ની કાયદેસરતા પર સુપ્રિમ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. જ્યાં હવે ભારતમાં બે વયસ્ક વ્યક્તઓ વચ્ચે સહમતિથી બનાવવામાં આવેલા સમલૈંગિક સંબંધ હવે અપરાધ નથી. તેવામાં સુપ્રિમ કોર્ટનો ચુકાદો આવ્યા બાદ ભલે ભારતમાં સમલૈંગિકતા હવે અપરાધ નથી પરંતુ આજે પણ એવા દેશ છે જ્યાં તેને ગંભીર અપરાધ માનવામાં આવે છે અને સમલૈંગિકોને મોત સુધીની સજા આપવામાં આવે છે.

શું છે ધારા 377

ધારા 377 આ દેશમાં અંગ્રેજોએ 1861માં લાગૂ કરી હતી. આ કાયદા હેઠળ કોઇ વ્યક્તિ કોઇ મહિલા, પુરુષ કે પશુ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરે તો તેને ઉંમર કેદ અથવા દસ વર્ષ સુધીની જેલ અને દંડની સજા થઇ શકે છે. વર્ષ 1860માં તત્કાલીન બ્રિટીશ સરકારે ભારતીય દંડ સંહિતાની ધારા 377ને સામેલ કરી અને તે સમયે તેને ભારતમાં લાગૂ કરી દેવામાં આવી હતી. 1861માં ડેથ પેનલ્ટીની જોગવાઇ પણ દૂર કરી દેવામાં આવી હતી. 1861માં જ્યારે લૉર્ડ મેકોલેએ ઇન્ડિયા પીનલ કોડ એટલે કે આઇપીસી ડ્રાફ્ટ કરી તો તેમાં આ અપરાધ માટે ધારા 377ની જોગવાઇ કરવામાં આવી.

અહીં અમે તે દેશો વિશે જાણકારી આપી રહ્યાં છીએ જ્યાં સમલૈંગિક સંબંધ બનાવા કાનૂની રૂપે યોગ્ય છે અને તેવા દેશ જ્યાં તેને અપરાધ માનવામાં આવે છે. અનેક દેશોમાં તો તેના માટે મોતની સજા પણ ફટકારવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2017માં બહાર પાડવામાં આવેલી ઇન્ટરનેશનલ લેસ્બિયન, ગે, બાયસેક્સુઅલ, ટ્રાન્સ એન્ડ ઇન્ટરસેક્સ એસોસિએશન (આઇએલજીએ)ની રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, દુનિયાના 72 દેશોમાં સમલૈંગિક સંબંધ હજુ પણ અપરાધ માનવામાં આવે છે. તેમાથી 45 દેશોમાં મહિલાઓ વચ્ચેના યૌન સંબંધોને ગેરકાયદેસર માનવામાં આવે છે.

સાથે જ ‘ધ ગાર્ડિયન’માં છપાયેલા અહેવાલ અનુસાર સમલૈંગિકતા માટે દક્ષિણી અને પૂર્વીય આફ્રિકા, મધ્ય પૂર્વ અને દક્ષિણ એશિયા સૌથી કઠોર દ્રષ્ટિકોણ ધરાવે છે. જ્યારે પશ્વિમી યુરોપ અને પશ્વિમી ગોળાર્ધ તેને લઇને સહિષ્ણુ છે. સમાન લિંગ સંબંધોને હજુ પણ 72 દેશોમાં પ્રકૃતિની વિરુદ્ધ માનવામાં આવે છે અને ત્યાના કાયદા પ્રમાણે જેલની સજા ફટકારવામાં આવે છે.

આ દેશમાં મળે છે મોતની સજા

સુદાન, ઇરાન, સાઉદી અરબ, યમનમાં સમલૈંગિક સંબંધ બનાવવા માટે મોતની સજા આપવામાં આવે છે. સોમાલિયા અને નાઇજિરિયાના કેટલાંક ભાગોમાં પણ તેના માટે મોતની સજાની જોગવાઇ છે.

 દુનિયામાં કુલ 13 દેશો એવા છે જ્યાં ગે સેક્સને લઇને મોતની સજા આપવાની જોગવાઇ છે. અફઘાનિસ્તાન, પાકિસ્તાન, કતારમાં પણ મોતની સજાની જોગવાઇ છે પરંતુ તેને લાગુ કરવામાં નથી આવી.

ઇન્ડોનેશિયા સહિત કેટલાંક દેશોમાં ગે સેક્સ માટે કોરડા વીંઝવાની સજા આપવામાં આવે છે.

સાથે જ અન્ય દેશોમાં પણ તેને અપરાધની શ્રેણીમાં મુકવામાં આવે છે અને જેલની સજા આપવામાં આવે છે.

આ દેશોમાં માન્ય છે સમલૈંગિકતા

બેલ્જિયમ, કેનેડા, સ્પેન, સાઉથ આફ્રિકા, નોર્વે, સ્વીડન, આઇસલેન્ડ, પોર્ટુગલ, ડેન્માર્ક, ઉરુગ્વે, ન્યુઝીલેન્ડ, ફ્રાન્સ, બ્રાઝીલ, ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ, લગ્ઝમબર્ગ, આયરલેન્ડ,ગ્રીનલેન્ડ, કોલંબિયા, જર્મની, માલ્ટા પણ સમલૈંગિક લગ્નને માન્યા આપી ચુક્યાં છે.

નેધરલેન્ડે સૌપ્રથમ ડિસેમ્બર 2000માં સમલૈંગિક લગ્નને કાયદેસર રીતે માન્યતા આપી હતી.

2015માં અમેરિકી સુપ્રિમ કોર્ટે સમલૈંગિક લગ્નને કાયદેસર માની હતી. જો કે 2001 સુધી 57 ટકા અમેરિકનો તેનો વિરોધ કરતાં હતાં. દુનિયાના 26 એવા દેશો છે જે સમલૈંગિકતાને કાયદેસર માને છે.

ઓસ્ટ્રેલિયાના 150 સભ્યોના સાંસદમાં ફક્ત 4 સભ્યોએ સમલૈંગિક લગ્નની વિરુદ્ધમાં વોટ આપ્યાં હતાં.

વયસ્ક સમલૈંગિકતાને ધારા 377માંતી બહાર કરવાના ચુકાદા બાદ અનેક રાજ્યોમાં અલજીબીટી સમુદાયના લોકો વચ્ચે ખુશીની લહેર પ્રસરી ગઇ હતી.

Related posts

હોસ્ટેલમાં ફરજ બજાવતા રેક્ટર પર ઘાતકી હુમલો, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

Nilesh Jethva

કેરલ: રાજ્યપાલ આરિફ મોહમ્મદને હટાવવાનો પ્રસ્તાવ, સ્પીકરે નોટિસ માન્ય રાખી

Pravin Makwana

ફક્ત 25 રન અને ટી-20 ઈન્ટરનેશનલમાં ધોનીનો રેકોર્ડ તોડશે વિરાટ કોહલી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!