GSTV
Home » News » વિશ્વ કપમાંથી બહાર થયેલાં શિખર ધવન માટે ગૌતમે લખ્યો “ગંભીર” સંદેશ, ફેન્સને કરી આ અપીલ

વિશ્વ કપમાંથી બહાર થયેલાં શિખર ધવન માટે ગૌતમે લખ્યો “ગંભીર” સંદેશ, ફેન્સને કરી આ અપીલ

ટીમ ઈન્ડિયાના વિશ્વકપ 2019નાં અભિયાનને બુધવારે જોરદાર ઝટકો મળ્યો છે. ધાકડ ઓપનર શિખર ધવનના અંગૂઠામાં હેરલાઈન ફ્રેક્ચરને કારણે ટુર્નામેન્ટમાંથી બહાર કરાયો છે. ધવનને ઓસ્ટ્રેલિયાની સામેની મેચ દરમ્યાન ઈજા થઈ હતી. યુવા ખેલાડી રિષભ પંતને શિખર ધવનની જગ્યાએ ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.  2011 વિશ્વ કપ ચેમ્પિયન ભારતીય ટીમના સદસ્ય રહેલાં ગૌતમ ગંભીરે શિખર ધવનને ટુર્નામેન્ટમાંથી બહાર થવા પર ભાવુક સંદેશ લખ્યો હતો.

ગંભીરે આ દરમ્યાન ફેન્સને એક ખાસ અપીલ પણ કરી હતી. ગંભીરે ફેન્સને કહ્યુ હતુકે, 33 વર્ષીય ધવનની જગ્યા લેનારા યુવા રિષભ પંત પર વધુ દબાણ ન બનાવતા.  ગંભીરે કહ્યુ હતુકે, ધવન વિશ્વ કપમાંથી બહાર જતાં તે નિરાશ છે. અને સાથે જ કહ્યુ છેકે, દુનિયા ખતમ થઈ નથી. ધવને વિશ્વ કપમાં પોતાની છેલ્લી મેચ ઓસ્ટ્રેલિયા સામે રમી હતી. જેમાં 117 રનની વિજયી ઈનિંગ્સ રમ્યો હતો. આ દરમ્યાન ફાસ્ટ બોલર પૈટ કમિંસની ઘાતક બાઉન્સર તેના અંગૂઠા ઉપર વાગ્યો હતો.

ગૌતમ ગંભીરે ટ્વીટ કર્યુ હતુકે, વિશ્વ કપમાં શિખર ધવન હવે હિસ્સો લઈ શકશે નહી, આ જાણીને નિરાશા થઈ, તે વિશ્વકપનો હિસ્સો લાગી રહ્યા હતા. મારા વિચારો તમારી સાથે છે ભાઈ. પરંતુ ઘબરાવાની જરૂર નથી, દુનિયા ખતમ થઈ નથી ગઈ. રિષભ પંતને શુભકામનાઓ. હું વિનંતી કરુ છુકે,  આપણે રિષભ ઉપર દબાણ કરવું જોઈએ નહી.

પંત ભારત-પાકિસ્તાન મેચ પહેલાં ઈંગ્લેન્ડ પહોંચ્યા હતા. કારણકે તેમને કવરના રૂપમાં પહેલાં જ બોલાવવામાં આવ્યા હતા. યુવા વિકેટકિપર બેટ્સમેન ટ્રેનિંગ સત્રમાં ભાગ લઈ ચૂક્યા છે. હવે પોતાને સાબિત કરવા માટે ઉત્સુક છે. ધવનની ગેરહાજરીમાં ફક્ત રાહુલ ભારતમાંથી ઓપનિંગની જવાબદારી સંભાળી રહ્યા છે. હવે એ જોવું રોચક રહેશેકે, શું પંતને ટીમ ઈન્ડિયાની તરફથી વિશ્વકપ 2019માં મેચ રમવાની તક મળશે.

READ ALSO

Related posts

ડબલ કરવા માંગો છો તમારા PFના પૈસા તો અપનાવો આ રીત, જરૂર મળશે ફાયદો

Mansi Patel

શું તમે જાણો છો કે તમને ગેસ સિલિન્ડર પર મળે છે 50 લાખ રૂપિયાનો ફ્રી ઈંશ્યોરન્સ

Mansi Patel

શહેરામાં વિધર્મી યુવક હિન્દુ યુવતીને ભગાડી જતા રોષ, હિન્દુ સંગઠોનેએ આપ્યો ત્રણ દિવસનો સમય

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!